Home> India
Advertisement
Prev
Next

Azam Khan Sentenced: હેટ સ્પીચ કેસમાં આઝમ ખાનને 3 વર્ષની સજા, ગુમાવશે ધારાસભ્ય પદ

Azam Khan Sentenced Rampur MP MLA Court Order: રામપુરના ધારાસભ્ય આઝમ ખાન વિરુદ્ધ સજાની જાહેરાત કરી દેવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ હેટ સ્પીચ કેસમાં તેમને સજા ફટકારવામાં આવી છે. 

Azam Khan Sentenced: હેટ સ્પીચ કેસમાં આઝમ ખાનને 3 વર્ષની સજા, ગુમાવશે ધારાસભ્ય પદ

નવી દિલ્હીઃ Hate Speech Case: સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરથી ધારાસભ્ય આઝમ ખાનને કોર્ટે ગુરૂવારે સજા ફટકારી છે. આઝમ ખાનને 3 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને સાથે 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સજાને કારણે આઝમ ખાન પોતાનું ધારાસભ્યનું પદ પણ ગુમાવી શકે છે. પરંતુ આઝમ ખાનને જામીન મળી શકે છે. તેવામાં જામીન માટે સપા નેતાની પાસે એક મહિનાનો સમય હશે. 

તે પહેલાથી નક્કી હતું કે જો આઝમ ખાનને 2 વર્ષથી વધુની સજા થાય છે તો તેમનું રાજકીય કરિયર સંકટમાં આવી જશે અને તેમણે ધારાસભ્યનું પદ પણ ગુમાવવું પડી શકે છે. તેથી કોર્ટમાં ચર્ચા આશરે 1.30 કલાક ચાલી, કારણ કે આઝમ ખાનના વકીલ તે વાતનો પ્રયાસ કરી રહ્યાં હતા કે તેમને ઓછામાં ઓછી સજા થાય. તો ફરિયાદી પક્ષનો પ્રયાસ રહ્યો કે આઝમ ખાનને નિયમાનુસાર લાંબી સજા મળે. હવે આઝમ ખાન ઈચ્છે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં આ સજાને પડકારી શકે છે. 

નોંધનીય છે કે આઝમ ખાન રામપુરથી 10 વખત ધારાસભ્ય રહ્યાં છે અને સપાના ફાઉન્ડિંગ મેમ્બર્સમાંથી એક છે. તેવામાં તેનું ધારાસભ્ય પદ જશે તો સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગશે. નોંધનીય છે કે આ પહેલા ગોસાઈગંજથી ભાજપના ધારાસભ્ય ખબ્બૂ તિવારીનું સભ્ય પદ રદ્દ થઈ ગયું હતું, જ્યારે કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. 

આ પણ વાંચોઃ Indian Currency: BJP નેતાએ નોટ પર લગાવ્યા શિવાજી અને PM મોદીના ફોટા, કરી આ માંગ

શું હતો હેટ સ્પીચનો મામલો?
નોંધનીય છે કે હેટ સ્પીચ સાથે જોડાયેલો આ મામલો વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. 27 જુલાઈ 2019ના ભાજપ નેતા આકાશ સક્સેનાએ આઝમ ખાન વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. આરોપ હતો કે રામપુરની મિલક વિધાનસભા સીટ પર જનતાને સંબોધિત કરતા આઝમ ખાને એક ચૂંટણી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન આઝમ ખાને સીએમ યોગી, પીએમ મોદી અને તત્કાલીન ડીએમને લઈને વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કર્યો હતો. 3 વર્ષ બાદ, 27 ઓક્ટોબર 2022ના આ મામલામાં રામપુરની એમપી-એમએલએ કોર્ટમાં સુનાવણી બાદ આઝમ ખાનને દોષી ઠેરવી દીધા અને સજાની જાહેરાત કરી છે. 

સજાની જાહેરાત પહેલા સુરક્ષા વધારવામાં આવી
જાણવા મળી રહ્યું છે કે સજાની જાહેરાત પહેલા, કોર્ટ પરિસરની પાસે સુરક્ષા વધારવામાં આવી હતી. અહીં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More