Home> India
Advertisement
Prev
Next

Subrata Roy: સહારા ઈન્ડિયા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયનું નિધન, મુંબઈમાં લીધા છેલ્લા શ્વાસ

સહારા ઈન્ડિયાના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે 75 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 

Subrata Roy: સહારા ઈન્ડિયા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયનું નિધન, મુંબઈમાં લીધા છેલ્લા શ્વાસ

સહારા ઈન્ડિયાના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે 75 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સુબ્રત રોય સહારાનો જન્મ 10 જૂન 1948ના રોજ થયો હતો. તેઓ જાણીતા ઉદ્યોગપતિ અને સહારા ઈન્ડિયા પરિવારના ફાઉન્ડર હતા. તેઓ દેશભરમાં 'સહારાશ્રી'ના નામથી પણ ઓળખાતા હતા. સુબ્રત રોય છેલ્લા કેટલાય દિવસોથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેઓ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ઈલાજ હેઠળ હતા. 

જામીન પર બહાર હતા 
પટણા હાઈકોર્ટમાં સહારા ઈન્ડિયા વિરુદ્ધ લોકોના પૈસા અનેક વર્ષોથી ન ચૂકવવા મુદ્દે એક કેસ ચાલુ છે. લોકોએ આ પૈસા કંપનીની અનેક સ્કીમોમાં લગાવ્યા હતા. પરંતુ બાદમાં સહારાશ્રીને આ મામલે સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી હતી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે પટણા હાઈકોર્ટના ધરપકડના આદેશ પર તત્કાળ સુનાવણી કરતા રોક લગાવી હતી. આ સાથે જ તેમના વિરુદ્ધ આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહીને લઈને યથાસ્થઇતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. 

સુબ્રત રોય વિરુદ્ધ આ રીતનો એક મામલો સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ ચાલુ છે. તેઓ જામીન પર બહાર હતા. બીજી બાજુ રોકાણકારોના પૈસા પાછા આપવા મામલે સહારા ઈન્ડિયાનો એવો દાવો છે કે તેઓ તમામ રકમ સેબી  પાસે જમા કરાવી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More