Home> India
Advertisement
Prev
Next

Antilia case: સચિન વાઝે પર ભરાયા પગલા, સસ્પેન્શન બાદ હવે પોલીસ સેવામાંથી બરતરફ

મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝેને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે પોલીસ સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.

Antilia case: સચિન વાઝે પર ભરાયા પગલા, સસ્પેન્શન બાદ હવે પોલીસ સેવામાંથી બરતરફ

મુંબઈઃ મુકેશ અંબાણીના ઘર પર વિસ્ફોટક કાર મળવા અને કારોબારી મનસુખ હિરેનના મોતના મામલામાં આરોપી સચિન વાઝે પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝેને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે પોલીસ સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. મંગળવારે મુંબઈ પોલીસે જણાવ્યું કે, સચિન વાઝેને બરતરફ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે સચિન વાઝેની 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. 

અંબાણીની સુરક્ષા ચૂક મામલાની તપાસ દરમિયાન એનઆઈએ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટમાં વાઝેની સાથે કામ કરનાર સહાયક પોલીસ નિરીક્ષક રિયાઝુદ્દીન કાઝી અને પૂર્વ પોલીસકર્મી વિનાયક શિંદે તથા ક્રિકેટ સટોરિયા નરેશ ગોરની પણ ધરપકડ કરી ચુકી છે. કાઝીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ટીલિયા કેસ સિવાય સચિન વાઝે પર મનસુખ હિરેનના મોત મામલે પણ તપાસ થઈ રહી છે. 5 માર્ચે મુંબઈમાં મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે 25 ફેબ્રુઆરીએ અંબાણીના ઘરની પાસે જે કાર ઉભી રાખવામાં આવી હતી, તે મનસુખ હિરેનની હતી. ત્યારબાદ વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. 

હકીકતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલ વિસ્ફોટક ભરેલી કાર અને મનસુખ હિરેનની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેની રમત અહીં સુધી સીમિત નહતી. એનઆઈએ સૂત્રોનું કહેવું છે કે વાઝે આતંકી સંગઠનના નામ પર વધુ એક મોટા ષડયંત્રના પ્લાનિંગમાં લાગ્યો હતો. તે નકલી એનકાઉન્ટર કરવાનો હતો. આ પહેલા સચિન વાઝે પોતાના બીજા ષડયંત્રને અંજામ આપી શકે તે પોતાની જાળમાં ફસાઈ ગયો. તેણે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પીયો કાર રાખી હતી. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More