Home> India
Advertisement
Prev
Next

આખરે શિવસેનાએ સ્વીકાર્યું કે ભાજપ મોટો ભાઈ! કહ્યું- 'મોટું મન રાખીને કર્યો સ્વીકાર'

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે ભાજપ અને શિવસેના વચ્ચે થયેલા ગઠબંધનની જાહેરાત બાદ શિવસેનાએ હવે સ્વીકારી લીધુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ હવે મોટા ભાઈની ભૂમિકા આવી ગયો છે.

આખરે શિવસેનાએ સ્વીકાર્યું કે ભાજપ મોટો ભાઈ! કહ્યું- 'મોટું મન રાખીને કર્યો સ્વીકાર'

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે ભાજપ અને શિવસેના વચ્ચે થયેલા ગઠબંધનની જાહેરાત બાદ શિવસેનાએ હવે સ્વીકારી લીધુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ હવે મોટા ભાઈની ભૂમિકા આવી ગયો છે. પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં લખેલા સંપાદકીયમાં ઈશારા ઈશારામાં ભાજપને મોટો ભાઈ માની લીધો છે. 

શિવસેનાએ આ લેખમાં લખ્યું છે કે ગઠબંધન થાય ત્યાં આમ તેમ ચાલતું રહે છે. શિવસેના માટે આ વખતે એ માનવું પડશે કે લેવાનું ઓછું અને આપવાનું વધુ થયું છે. પરંતુ જે અમારા ભાગે આવ્યું છે તેમાં 100 ટકા યશ પામવાનો અમારો સંકલ્પ છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે મોટી પાર્ટી બની ચૂકી છે. અનેક પાર્ટીઓના પ્રમુખ લોકો મહારાષ્ટ્રમાં તેમના દરવાજે બેઠા છે. તેમની મેજબાની કરવા માટે મોટો ગ્રાસ આપવો પડશે અને અમે અમારું મન મોટું રાખીને તેનો સ્વીકાર કર્યો છે. 

PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ

તેને મોટું યોગદાન કહો કે પછી બીજુ કઈ જેણે જે સમજવું હોય તે સમજે. પરંતુ ભાજપની ઝોળીમાં 'મિત્રદળ' નામના દત્તક પણ વધુ છે. તેમને પણ બેઠકો આપવી પડશે. આવું એટલા માટે નક્કી કરાયું કારણ કે તેમાં શિવસેનાએ લગભગ સવા સો સીટો પર લડવાની તૈયારી કરી. 

સામનામાં આગળ લખ્યું છે કે રાજકારણમાં ઉતાર ચઢાવ આવે છે. હવાની સાથે વહી જનારા પક્ષીઓ અમે નથી. શિવસેનાનો ગરૂડ આકાશને સ્પર્શનારો અને આચ્છાદિત કરનારો છે. તેમાં હવે યુતિનું મુહૂર્ત મળી ગયું છે અને મહારાષ્ટ્રના રણમાં બીજાએ પણ તાલ ઠોક્યો છે. પરંતુ નબળી જાંઘો પર તાલ ઠોકીને શું થવાનું? કોંગ્રેસ આઘાડીના તાર ભલે મળ્યાં હોય પરંતુ તે વળશે ખરા? એ સવાલ ઊભો છે. કાલ સુધી યાર્ડમાં રાખેલા એન્જિનને પણ ધક્કો મારવાનું કામ શરૂ છે. વંચિત આઘાડી અને એમઆઈએમની હાલત એટલી ફાટેલી છે કે તેને સાંધવામાં આનવે કે પછી એકબાજુ મૂકી દેવામાં આવે...તે જનતા નક્કી કરશે. 

જુઓ LIVE TV

લેખમાં આગળ લખ્યું છે કે ગત 5 વર્ષ મહારાષ્ટ્રનું કામકાજ સફળતાપૂર્વક ચલાવનારી યુતિ (ગઠબંધન) એક બાજુ અને ફાટેલા તૂટેલા અને અવિક્સિત વિરોધી બીજી બાજુ એવી તસવીર જોવા મળી રહી છે. યુતિમાં બે પાર્ટીઓની વધુમાં વધુ મુદ્દાઓ પર સહમતિ છે. વિરોધીઓ અંગે આવું કહી શકાય ખરા? મેદાનમાં ઉતરવું સરળ છે પરંતુ મેદાનમાં ટકવું મુશ્કેલ છે. હવે મેદાન પણ અમારું, રેસ  પણ અમારી અને રેસના વિજયી ઘોડા પણ અમારા. યુતિ થઈ ગઈ છે, જીત પાક્કી છે!

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More