Home> India
Advertisement
Prev
Next

કેપ્ટન મોદી...ક્રિકેટના અંદાજમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કેવી રીતે કામ કરે છે સરકાર

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે (3 માર્ચ) રાયસિના ડાયલોગ 2023માં PM મોદી અને ભારતની અર્થવ્યવસ્થા વિશે એવી વાત કહી કે ત્યાં હાજર દેશોના વિદેશ મંત્રીઓ તેમની હાજર જવાબી પર ફીદા થઇ ગયા. ભારતની અર્થવ્યવસ્થાને ક્રિકેટની રમત સાથે સરખાવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન કેપ્ટન ગણાવ્યા હતા.

કેપ્ટન મોદી...ક્રિકેટના અંદાજમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કેવી રીતે કામ કરે છે સરકાર

S Jaishankar Invokes Cricket Analogy: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે (3 માર્ચ) રાયસિના ડાયલોગ 2023માં PM મોદી અને ભારતની અર્થવ્યવસ્થા વિશે એવી વાત કહી કે ત્યાં હાજર દેશોના વિદેશ મંત્રીઓ તેમની હાજર જવાબી પર ફીદા થઇ ગયા. ભારતની અર્થવ્યવસ્થાને ક્રિકેટની રમત સાથે સરખાવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન કેપ્ટન ગણાવ્યા હતા.

જોકે રાયસિના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં ભૌગોલિક-રાજકીય અને ભૌગોલિક-આર્થિક મુદ્દાઓ પર વિચાર કરવા અને ઉકેલ લાવવા માટે કરવામાં આવી હતી. તેનું આયોજન વિદેશ મંત્રાલય વતી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોના નીતિ નિર્માતાઓ, રાજકારણીઓ અને પત્રકારો, વિદેશ, સંરક્ષણ અને નાણાં પ્રધાનો તેમાં ભાગ લે છે. PM મોદીએ આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું જે 2જી માર્ચની સાંજે 4 માર્ચ સુધી ચાલશે. મુખ્ય અતિથિ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયો મિલોની હતા.

'PM મોદીની નેટ પ્રેક્ટિસ સવારે 6 વાગ્યાથી થાય છે શરૂ'
રાયસિના ડાયલોગ 2023 દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછવામાં આવ્યું કે અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ તાજેતરમાં તેમના પુસ્તકમાં તમારા માટે લખ્યું છે કે તમે "વ્યાવસાયિક, તર્કસંગત અને તમારા બોસ અને તમારા દેશના ઉગ્ર રક્ષક" છો. તમે ક્રિકેટ એનોલોજીમાં વિશ્વાસ ધરાવો છો પીએમ મોદી જેવા કેપ્ટન સાથે તમે ફિલ્ડમાં કેવી રીતે ઉતરશો, શું તમે આક્રમક ગેમ રમશો, બેટ્સમેન પર નિર્ભર રહેશો કે આ ફિલ્ડીંગ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશો. 

તો વિદેશ મંત્રીએ આ પ્રશ્નનો ખૂબ જ રસપ્રદ રીતે જવાબ આપ્યો. તેણે કહ્યું કે મને લાગે છે કે કેપ્ટન મોદીએ ઘણી નેટ પ્રેક્ટિસ કરી છે. તેમની નેટ પ્રેક્ટિસ સવારે 6 વાગ્યે શરૂ થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. તે તમારી પાસે આશા રાખે છે કે તમે વિકેટ લો જો તમને આમ કરવાની તક આપે છે તો.

મને લાગે છે કે જો તમારી પાસે કોઈ ખાસ બોલર હોય, તો તમે તેના પર વિશ્વાસ કરી શકો, પછી તમે તેને છૂટ આપી શકો. તમે ચોક્કસ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમના પર વિશ્વાસ કરી શકો છો. આ રીતે તેમણે કહ્યું કે પીએમ મોદી વિશ્વાસપાત્ર લોકોને કામ કરવાની સ્વતંત્રતા આપે છે.

આ રીતે હું જોઉં છું કે પીએમ મોદી પોતાના બોલરોને અમુક હદ સુધી આઝાદી આપે છે. તેઓ તમારી પાસે આશા રાખે છે કે તમે તે વિકેટ લો જો તમને તક આપે તો. પરંતુ હું એમ પણ કહીશ કે તે મુશ્કેલ નિર્ણયો પર નજર રાખે છે. છેલ્લા 2 વર્ષની કોરોના રોગચાળાને લઇ લો, જેમ કે તમે જાણો છો કે લોકડાઉનનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ તે સમયે તે લેવો જરૂરી હતો અને જો આપણે હવે પાછળ વળીને જોઈએ તો, જો તે નિર્ણય લેવામાં આવ્યો ન હોત તો શું થાત. 

આ પહેલાં તેમણે જ્યારે તેઓ વિદેશ સચિવ હતા ત્યારે મુશ્કેલીનો સામનો કરવામાં PMની કુશળતાના વખાણ કરવા અંગેની એક ઘટના જણાવી હતી. જોકે ત્યારે અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો થયો હતો.

પીએમની શૈલી સમજાવવા માટે ક્રિકેટનું ઉદાહરણ
જ્યારે વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે જો ભારત બ્રિટન કરતા મોટી અર્થવ્યવસ્થા હોય અને ક્રિકેટ પર એકહથ્થું રાજ હોય તો? વિદેશ મંત્રીએ કહ્યું, "હું તેને પુનઃસંતુલન કહીશ. તે ઇતિહાસની સ્વીચ હિટિંગ છે... ભારત એક ખૂબ જ અસામાન્ય સ્થિતિમાં છે, ફરી એકવાર નિર્ણાયક તરીકે આગળની તરફ વધતાં પરિવર્તનશીલ છે જોકે ઘણા અન્ય સભ્યતાગત દેશ કરવાની સ્થિતિમાં નથી.' 

વૈશ્વિક મુદ્દાઓમાં વધતી જતી રુચિ અંગે તેમણે કહ્યું, "એવું એટલા માટે છે કારણ કે વિશ્વ અત્યારે મુશ્કેલ જગ્યા પર છે, અને વધુ લોકો વિશ્વમાં રસ લઈ રહ્યા છે. બીજું કારણ ભારતનું વૈશ્વિકીકરણ છે. ક્રિકેટ ટીમની જેમ, અમે ફક્ત ઘરે જ નહી પરંતુ વિદેશોમાં પણ મેચ જીતવા માંગીએ છીએ. વિદેશ મંત્રી એસ જયશંકરે ક્રિકેટના દ્રષ્ટિકોણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામની રીતને સારી રીતે સમજાવી. પીએમની કાર્યશૈલીની પ્રશંસા કરી. 

આ દરમિયાન ડાયરેક્ટર રાજામૌલીની ફિલ્મ RRR પર વાત કરતી વખતે તેણે ભારત અને બ્રિટનના સંબંધો પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બહુ જટિલ સંબંધ છે. તેમણે કહ્યું કે RRR ગયા વર્ષે ભારતની સૌથી પ્રખ્યાત ફિલ્મ હતી. આ ફિલ્મ ભારતમાં બ્રિટિશ રાજ વિશે હતી.

તેમણે મજાકમાં કહ્યું કે તેમાં તમને લોકોને સારા બતાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે તમે આ રીતે જટિલ ઇતિહાસ જીવ્યા પછી તો તેનાથી નુકસાન પણ થાય છે, તેમાં શંકા થાય છે, ના તો ઉકેલી ન શકાય એવી સમસ્યાઓ પણ હોય છે. તેમણે કહ્યું કે ક્રિકેટ તેમાંથી એક કહી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More