Home> India
Advertisement
Prev
Next

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જાપાને PM મોદીને લગાવી ગુહાર, રશિયા વિરુદ્ધ કડક વલણ અપનાવવા પર જાણો શું કહ્યું?

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ યુક્રેન પર રશિયાના હુમલાને 'ખુબ જ ગંભીર' મામલો ગણાવતા કહ્યું કે તેનાથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મૂળિયા હલી ગયા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જાપાને PM મોદીને લગાવી ગુહાર, રશિયા વિરુદ્ધ કડક વલણ અપનાવવા પર જાણો શું કહ્યું?

નવી દિલ્હી: જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ યુક્રેન પર રશિયાના હુમલાને 'ખુબ જ ગંભીર' મામલો ગણાવતા કહ્યું કે તેનાથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મૂળિયા હલી ગયા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે બળ ઉપયોગથી કોઈ પણ ક્ષેત્રમાં યથાસ્થિતિને બદલવાની કોઈ પણ કોશિશ સહન કરવી જોઈએ નહીં. પ્રધાનમંત્રી કિશિદાએ આ ટિપ્પણી 14મી ભારત-જાપાન શીખર વાર્તા બાદ પીએમ મોદીની હાજરીમાં કરી. 

જાપાને કરી જંગ રોકવાની અપીલ
જાપાન-ભારત શિખર વાર્તા બાદ બહાર પાડવામાં આવેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદી અને કિશિદાએ યુક્રેનમાં હિંસાને તત્કાળ રોકવાનું આહ્વાન કર્યું અને વિવાદનું સમાધાન વાતચીત દ્વારા કાઢવા પર ભાર મૂક્યો. બંને નેતાઓએ યુક્રેનના પરમાણુ પ્લાન્ટની સુરક્ષાના મહત્વનો ઉલ્લેખ કર્યો. નિવેદનમાં કહેવાયું કે બંને નેતાઓએ સંઘર્ષ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને ખાસ કરીને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પર તેની અસરનું આકલન કર્યું. 

યુક્રેનમાં માનવીય સંકટ
આ સાથે જ બંને નેતાઓએ યુક્રેનમાં માનવીય સંકટ ઉપર પણ ચર્ચા કરી. પીએમ મોદી સાથે 14મા ભારત-જાપાન શીખર સંમેલન હેઠળ વાતચીત કર્યા બાદ કિશિદાએ મીડિયાને કહ્યું કે મે પીએમ મોદીને કહ્યું છે કે એકતરફી બળપ્રયોગ દ્વારા યથાશક્તિ બદલવાની કોશિશને કોઈ પણ ક્ષેત્રમાં મંજૂરી આપવી જોઈએ નહીં. અમે બંને વિવાદોને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવાની જરૂરિયાત પર સહમત થયા છીએ. 

PM મોદીએ જાપાનના પીએમ કિશિદાને આ ખાસમખાસ ભેટ આપી, ખાસ જાણો તેની ખાસિયત

યુક્રેન પર રશિયાનો હુમલો ગંભીર મુદ્દો
જાપાનના પીએમ કિશિદાએ કહ્યું કે અમે યુક્રેનની સ્થિતિ ઉપર ચર્ચા કરી. યુક્રેન પર રશિયાના હુમલાનો મુદ્દો ગંભીર છે અને તેણે આંતરરાષ્ટ્રીય સિસ્ટમના મૂળિયા હલાવી દીધા છે. આપણે આ મામલાને મજબૂત સંકલ્પની સાથે જોવાની જરૂરિયાત છે. આ બાજુ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પ્રત્યક્ષ રીતે યુક્રેન પર રશિયાના હુમલાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ ભૂ-રાજનીતિક ઘટનાઓનો સંદર્ભ આપ્યો જેનાથી નવા પડકારો પેદા થઈ રહ્યા છે. 

જાપાનના પ્રેસ સચિવ હિકારિકો ઓનેએ કહ્યું કે વાતચીત દરમિયાન યુક્રેન પર રશિયાના હુમલાને લઈને ચર્ચા થઈ અને જાપાનના પ્રધાનમંત્રીએ રશિયાની કાર્યવાહી વિરુદ્ધ 'ગંભીર ટીકા' ને દોહરાવી તથા તેને ધૃણિત ગણાવ્યું. હિકારિકો ઓનેએ કહ્યું કે કિશિદા હિરોશિમાથી છે જ્યાં પરમાણુ બોમ્બ ઝીંકાયો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ પરમાણુ જોખમ સહન કરી શકાય નહીં. 

તેમણે જણાવ્યું કે કિશિદાએ પીએમ મોદીને પુતિન પર દબાણ બનાવવાનું કહ્યું જેથી કરીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મુક્ત અને ખુલ્લી જાળવી શકાય. હિકારિકોએ કહ્યું કે કિશિદા અને મોદી ચાર પોઈન્ટ પર સહમત થયા જેમાં દુનિયામાં ક્યાંય પણ બળના આધારે યથાસ્થિતિ બદલવાી કોશિશ ન સ્વીકારવા, અને વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા જેવી વાતો સામેલ છે. બંને નેતા 'ગતિરોધને તોડવા' માટે તત્કાળ હિંસાને બંધ કરવાનું આહ્વાન કરવા અને યુક્રેન તથા તેના પડોશી દેશોનું સમર્થન કરવા પર સહમત થયા છે. 

(ઈનપુટ ભાષા)

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More