Home> India
Advertisement
Prev
Next

Russia Ukraine War: યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર અવસ્થામાં રાજધાની કીવની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Russia Ukraine War: યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર અવસ્થામાં રાજધાની કીવની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી (MoS) જનરલ વી કે સિંહે ગુરુવારે પોલેન્ડના રેજજો એરપોર્ટ પર તેની જાણકારી આપી. નોંધનીય છે કે આ અગાઉ એક ભારતીય વિદ્યાર્થીનું રશિયાની સેનાના હુમલામાં મોત થઈ ગયું હતું. ઘાયલ વિદ્યાર્થી અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. 

કીવમાં એક  ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી વી કે સિંહે પોલેન્ડમાં જણાવ્યું કે આજે એવા સમાચાર મળ્યા છે કે કીવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી વાગી અને તેને અધવચ્ચે જ પાછો કીવ લઈ જવામાં આવ્યો. અમે ઓછામાં ઓછા નુકસાનમાં વધુમાં વધુ લોકોને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ. 

પોલેન્ડ બોર્ડર સુધી પહોંચવાની કોશિશ
ભારત સરકારે પોતાના ચાર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ, અને જનરલ (નિવૃત્ત) વી કે સિંહને યુક્રેનના પડોશી દેશોમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે મોકલ્યા છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસી થઈ ચૂકી છે. ઓપરેશન ગંગા હેઠળ વી કે સિંહને પોલેન્ડ મોકલવામા આવ્યા છે. 

સતત થઈ રહ્યા છે હુમલા
આ અગાઉ કર્ણાટકના એક વિદ્યાર્થી નવીનનું યુક્રેનમાં મોત થયું હતું. નવીન ગવર્નર હાઉસની પાસે કેટલાક લોકો સાથે ખાવાનાનો સામાન લેવા માટે સ્ટોર પાસે ઊભો હતો. તે જ સમયે રશિયન સૈનિકોના બોમ્બમારાની ઝપેટમાં આવી ગયો હતો. અત્રે જણાવવાનું કે રશિયાની સેના સતત યુક્રેન પર બોમ્બ વરસાવી રહી છે. યુદ્ધનો આજે નવમો દિવસ છે. અન્ય એક ભારતીય વિદ્યાર્થીનું પણ યુક્રેનમાં મોત થયું છે જે પંજાબનો રહીશ હતો. મૃતક ચંદન 4 વર્ષ પહેલા મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. 2 ફેબ્રુઆરીએ બિમાર પડ્યો હતો. તેને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જો કે વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ ચંદનનું મોત કુદરતી મોત હતું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More