Home> India
Advertisement
Prev
Next

વ્લાદિમીર પુતિનની જિદ ભારતને પહોંચાડશે સૌથી વધુ નુકસાન, જાણો શું થશે અસર

Russia Ukraine War Effect dent to India: રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વર્તમાન સ્થિતિથી ભારત, થાઈલેન્ડ અને ફિલીપીન્સને સૌથી વધુ નુકસાન થશે. જ્યારે ઈન્ડોનેશિયાને ફાયદો થશે. શુદ્ધ રૂપથી તેલ આયાતક હોવાને કારણે ભારતને વધુ નુકસાન થશે. 

વ્લાદિમીર પુતિનની જિદ ભારતને પહોંચાડશે સૌથી વધુ નુકસાન, જાણો શું થશે અસર

નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ચોથો દિવસ ચે. આ વચ્ચે વૈશ્વિક જાણકારો પ્રમાણે યુક્રેન સંકટથી ભારત, થાઈલેન્ડ અને ફિલીપીન્સને સૌથી વધુ નુકસાન થશે. તો ઈન્ડોનેશિયાને ફાયદો થશે. તેલ આયાત દેશ હોવાને કારણે ભારતને સૌથી વધુ નુકસાન થઈ શકે છે, કારણ કે દુનિયામાં કાચા તેલની કિંમતો સતત વધી રહી છે. 

એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાનનું અનુમાન
રશિયા-યુક્રેન સંકટને કારણે વૈશ્વિક બજાર પર ખતરો યથાવત છે. દુનિયાભરના શેર બજાર પર પણ તેની અસર પડી છે. કેટલાક દેશોના કરન્સી મૂલ્ય પર અસર પડી છે. આ જિયોપોલિટિકલ ટેન્શનની ખરાબ અસર વૈશ્વિક બજાર પર જોવા મળી શકે છે. વિખ્યાત નાણાકીય અને સંશોધન કંપની નોમુરાના રિપોર્ટ અનુસાર, યુક્રેન સંકટના કારણે એશિયામાં સૌથી વધુ અસર ભારત પર પડી શકે છે. આવો જાણીએ નોમુરાએ આ અનુમાન પાછળ શું અને કઈ દલીલો આપી છે.

આ પણ વાંચોઃ કર્ણાટકના હિજાબ વિવાદને ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ ગણાવ્યો બિનજરૂરી, કહ્યું- યાદ રાખો આપણે પહેલા ભારતીય છીએ  

શું ક્રૂડ ઓઈલના ભાવ રડાવશે?
ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચવાની અસર ભારતને સૌથી વધુ અસર કરી શકે છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 3 ટકા વધીને 105 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. રિસર્ચ ફર્મના રિપોર્ટ અનુસાર ક્રૂડ ઓઈલ અને ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં સતત વધારાથી એશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. વધતો જતો ફુગાવો, નબળું ચાલુ ખાતું, વધતી ખાધ અને આર્થિક વૃદ્ધિની અસર સમસ્યાને વધુ ગંભીર બનાવશે.

જીડીપી વૃદ્ધિને અસર થશે
ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ ભારત, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સને તાજેતરની સ્થિતિને કારણે સૌથી વધુ નુકસાન થશે. જ્યારે, ઈન્ડોનેશિયાને પ્રમાણમાં ફાયદો થશે. પ્યોર ઓઈલ ઈમ્પોર્ટર હોવાના કારણે ભારતને પણ ઘણું નુકસાન થશે. કારણ કે તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ગ્રાહકો અને વ્યવસાયો પર ગંભીર અસર કરશે. અમારું અનુમાન છે કે તેલના ભાવમાં દર 10% ઉછાળા માટે, GDP વૃદ્ધિમાં લગભગ 0.20% પોઇન્ટનો ઘટાડો થશે.

આ પણ વાંચોઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને બીજુ વિમાન દિલ્હી પહોંચ્યુ, 250 લોકોની સુરક્ષિત વાપસી

જો મોંઘવારી વધશે તો તેની સીધી અસર તમારા પર પડશે
તે જ સમયે, QuantEco રિસર્ચ અનુસાર, ભારતના ક્રૂડ બાસ્કેટમાં પ્રતિ લિટર $10નો વધારો 2022 માટે 9.2 ટકા વાર્ષિક GDP વૃદ્ધિના અનુમાનથી 10 બેસિસ પોઈન્ટ્સનો વિકાસ ઘટાડી શકે છે. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે ક્રૂડ બાસ્કેટમાં 10 ટકાનો કાયમી વધારો WPI આધારિત ફુગાવાને 1.2 ટકા અને સીપીઆઈ આધારિત ફુગાવાને 0.3 થી 0.4 ટકા સુધી વધારી શકે છે. જેની સીધી અસર તમારા ખિસ્સા અને તમારા રસોડાના બજેટ પર પડશે. એટલે કે, એ સ્પષ્ટ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આ જિદને કારણે હવે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ફુગાવાને કાબૂમાં લેવા માટે કેટલાક મોટા નિર્ણયો લેવા પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More