Home> India
Advertisement
Prev
Next

રામ મંદિર અંગે જરૂર પડશે તો ફરી એકવાર 1992 જેવુ આંદોલન થશે : RSS

ભૈયાજી જોશીએ કહ્યું કે અપેક્ષા છે કે ભવ્ય રામ મંદિર બનશે અને કોર્ટ પણ હિન્દુઓની ભાવનાનો ખ્યાલ રાખશે, કોર્ટ પાસેથી અપેક્ષા ઘણી લંબાઇ ચુકી છે હવે અધ્યાદેશ જરૂરી છે

રામ મંદિર અંગે જરૂર પડશે તો ફરી એકવાર 1992 જેવુ આંદોલન થશે : RSS

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ શુક્રવારે કહ્યું કે, જરૂર પડશે તો ફરીથી 1992ની જેમ જ રામ મંદિર માટે આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રામ મંદિરના મુદ્દે ઘણો લાંબો સમય રાહ જોવાઇ ચુકી છે. ભૈયાજી જોસીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જે પ્રકારે રામ મંદિરનો ચુકાદો આપ્યો તેના કારણે અમે સૌ ચકીત છીએ. આ ટીપ્પણીના કારણે હિંદુઓની ભાવનાને નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિર મુદ્દે 30 વર્ષથી આંદોલન ચાલી રહ્યું હતું. કોર્ટે હિન્દુઓની ભાવનાનો ખ્યાલ રાખવો જોઇએ. તેમણે કહ્યું કે,  અમને વિશ્વાસ છે કે આગળ કોર્ટ હિન્દુઓની ભાવનાનું ધ્યાન રાખશે. 

ભૈયાજી જોશીએ કહ્યું કે, અમને અપેક્ષા છે કે ભવ્ય રામ મંદિર બનશે અને કોર્ટમાં ભાવનાઓને ધ્યાનમાં રાખતા નિર્ણય આપશે. તેમણે કહ્યું કે, કોર્ટની ઉપેક્ષા ઘણી લાંબી થઇ ચુકી છે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ 7 વર્ષ થઇ ચુક્યા છે. તેમણે કહ્યું કે, 3 જજોની બેન્ચની રચના બાદ અમને ચુકાદાની આશા હતી, પરંતુ એવું થઇ શક્યું નથી. તેમણે કહ્યું કે, જરૂર પડશે તો 1992ની જેમ જ ફરીથી રામ મંદિર મુદ્દે આંદોલન થશે. 

રામ મંદિર મુદ્દે અધ્યાદેશના સવાલ અંગે જોશીએ કહ્યું કે, અધ્યાદેશ જેમને માંગવો છે તેઓ માંગે. પરંતુ તેના માટે ચુકાદો સરકારે જ કરવાનો છે. તેમણે કહ્યું કે, રામ તમામના હૃદયમાં રહે છે અને તેઓ પ્રકટ થાય છે મંદિર દ્વારા. તેમને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે રામ મંદિર બને. 

જોશી ત્રણ દિવસ ચાલનારી RSSની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. શુક્રવારે જ ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ બેઠક ખતમ થવા અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવન સાથે મુલાકાત કરી હતી. ભાગવત સાથેની મુલાકાત ઉપરાંત શાહ અને અન્ય કેટલાક સંઘના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શાહ અને જોશીની આ બેઠક ખુબ જ મહત્વની માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More