Home> India
Advertisement
Prev
Next

માત્ર લાડુ વેચીને આ મંદિરે એક મહિનામાં કમાવ્યા 1.11 કરોડ રૂપિયા

દેશના સૌથી અમીર મંદિર તિરુપતિ બાલાજી મંદિરની વાર્ષિક આવકમાં વધારો થયો છે. મે 2018ની સરખામણીમાં મે 2019માં તિરુપતિ મંદિરની કમાણીમાં 3.1 ટકા વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 2018માં તિરુપતિ મંદિરની હુંડીમાં 86.35 કરોડ રૂપિયા આવ્યા હતા, તો મે 2019માં 89.2 કરોડ રૂપિયા જમા થયા છે. 

માત્ર લાડુ વેચીને આ મંદિરે એક મહિનામાં કમાવ્યા 1.11 કરોડ રૂપિયા

પ્રસાદ ભોસેકર/હૈદરાબાદ :દેશના સૌથી અમીર મંદિર તિરુપતિ બાલાજી મંદિરની વાર્ષિક આવકમાં વધારો થયો છે. મે 2018ની સરખામણીમાં મે 2019માં તિરુપતિ મંદિરની કમાણીમાં 3.1 ટકા વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 2018માં તિરુપતિ મંદિરની હુંડીમાં 86.35 કરોડ રૂપિયા આવ્યા હતા, તો મે 2019માં 89.2 કરોડ રૂપિયા જમા થયા છે. 

આમ તો તિરુપતિ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન ભક્તોની ભીડ જામેલી હોય છે, પરંતુ મે મહિનામાં અહીં સૌથી વધુ ભીડ ઉમટતી હોય છે. આ મહિનામાં અહીં બાકી મહિનાની સરખામણીમાં વધુ શ્રદ્ધાળુઓ આવે છે. મે 2018માં અહીં ભગવાન વેંકટેશના દર્શન માટે 24,81,429 શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. તો મે 2019માં અહીં પર 25,89,228 શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ભક્તોની સંખ્યામાં અહી અંદાજે 4.3 ટકા વધારો જોવા મળ્યા હતા. 

ગુજરાતમાં વાવાઝોડું ટકરાવાને હવે થોડા કલાકો બાકી, વેરાવળથી 740 કિમી દૂર

તિરુપતિ આવનારા શ્રદ્ધાળુઓ માટે તિરુપતિના લાડુનો પ્રસાદનો સૌથી વધુ ક્રેઝ રહે છે. ગત મે મહિનાની સરખામણીમાં આ વર્ષના મે મહિનામાં લાડુઓના વેચાણમાં 9.5 ટકા વધારો જોવા મળ્યો છે. મે 2018માં 1,01,98,350 લાડુ શ્રદ્ધાળુઓએ ખરીદ્યા હતા. તો મે 2019માં 1,11,63,665 લાડુ ખરીદાયા હતા. જ્યારે કે, ગત મે મહિનાની સરખામણીમાં 9,65,313 લાડુ વધુ ખરીદાયા છે. 

અહીં આવનારા શ્રદ્ધુળાઓની આવાસ વ્યવસ્થામાં મંદિર બોર્ડને ગત વર્ષના મે મહિનાની સરખામણીમાં વધુ કમાણી થઈ છે. મે 2018માં આવાસ વ્યવસ્થાથી 6.92 કરોડ મળ્યા હતા. તો મે 2019માં તે વધીને 7.24 કરોડ થયું હતું. 

સાબરમતી નદીમાંથી નીકળેલા 500 ટન કચરામાં શું શું હતું? જુઓ સમગ્ર અહેવાલ

વાળથી થતી આવક ઘટી
મંદિર બોર્ડમાં દરેક તરફથી આવક વધી રહી છે, તો વાળથી થનારી કમાણીમાં ઘટાડો થઈ રહ્યો છે. મે 2018માં જ્યાં 13,41,226 લોકોએ પોતાના વાળના દાન કર્યા હતા. તો મે 2019માં 12,66,432 લોકોએ પોતાના વાળનુ દાન કર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More