Home> India
Advertisement
Prev
Next

આ દિવસે થઇ શકે છે રિયા ચક્રવર્તીની ધરપકડ, NCB કાલે મોકલશે સમન્સ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના કથિત સુસાઇડ કેસમાં હવે ધરપકડના દૌર શરૂ થઇ ગયો છે. કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરી ચૂકી છે.

આ દિવસે થઇ શકે છે રિયા ચક્રવર્તીની ધરપકડ, NCB કાલે મોકલશે સમન્સ

મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના કથિત સુસાઇડ કેસમાં હવે ધરપકડના દૌર શરૂ થઇ ગયો છે. કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરી ચૂકી છે. આગામી નંબર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીનો હોય શકે છે. 

મળતી માહિતી અનુસાર રિયા ચક્રવર્તી  (Rhea Chakraborty)ની ધરપકડ સોમવારે થઇ શકે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આવતીકાલે એટલે કે રવિવારે સમન્સ જાહેર કરી રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવી શકે છે, સાથે જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પછી રિયાની ધરપકડ થશે. 

તમને જણાવી દઇએ કે એનસીબીએ શુક્રવારે મોડી સાંજે રિયાના ભાઇ શૌવિકને અને સૈમુઅલ મિરાંડની ધરપકડ કરી હતી. ત્યારબાદ શનિવારે સુશાંતના કુલ દીપેશ સાવંત સાથે દિવસભર પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી.

માનવામાં આવી રહ્યું છે કે રિયા સાથે પણ કંઇક એવું જ થઇ શકે છે. તો બીજી તરફ એનસીબી ડીજીએ મુથા અશોક જૈન (Mutha Ashok Jain) એ આજે મીડિયાને જણાવ્યું હતું કે સુશાંત કેસમાં વિભાગને ઘણા મહત્વપૂર્ણ પુરાવા હાતહ લાગ્યા છે અને અત્યારે મોટી માછલીની તલાશ કરવામાં આવી રહી છે. 

એનસીબીના સૂત્રોના અનુસાર આવતીકાલે આખો દિવસ કોર્ટ કાર્યવાહીમાં પસાર થશે. અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર સાંજે સુર્યોદય બાદ કોઇપણ મહિલા સાથે પૂછપરછ થઇ શકે નહી. જોકે તેને ધ્યાનમાં રાખીને એનસીબીએ અત્યારે પૂછપરછ માટે કોઇ સમન મોકલ્યું નથી. પરંતુ રવિવારે સવારે એનસીબી સૌથી પહેલાં રિયા ચક્રવતીને સમન મોકલીને પૂછપરછ માટે બોલાવશે. જાણકારી અનુસાર એનસીબીને પોતાની તપાસના એટલા પુરાવા મળી ગયા છે કે તે રિયાની ધરપકડ પણ કરી શકે છે. એટલે કે સોમવારના દિવસે રિયા માટે મુશકેલ દિવસ રહેશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More