Home> India
Advertisement
Prev
Next

ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો મોંઘવારીનો દર

ઔદ્યોગિક ઉત્પાદનમાં થયો મોટો ઘટાડો, જાન્યુઆરી-2018માં જે ઔદ્યોગિક ઉત્પાદન 7.5 ટકા હતું તે ઘટીને 2019ના જાન્યુઆરીમાં 1.97 ટકા પર આવી ગયું 

ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો મોંઘવારીનો દર

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારીનો દર ફરી એક વખત વધતો જોવા મળ્યો છે અને તે ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. તેની સાથે જ દેશના ઔદ્યોગિક ઉત્પાદમાં ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી મહિનામાં છુટક મોંઘવારી વધીને 2.57 ટકા પર પહોંચી ગઈ છે, જે જાન્યુઆરી મહિનામાં 1.97 ટકા હતી. 

ઔદ્યોગિક ઉત્પાદન પણ જાન્યુઆરીમાં ઘટીને 1.7ટકા થઈ ગયુંહતું. એક વર્ષ પહેલા આ જ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 7.5 ટકા હતું. 

નવેમ્બરથી અત્યાર સુધીની આ છે સ્થિતિ
ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરી મહિનામાં છુટક મોંઘવારીનો દર અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. સરકાર દ્વારા બહાર પડાયેલા આંકડા મુજબ, જાન્યુઆરીમાં છુટક મોંઘવારીનો દર 2.05 ટકા રહ્યો હતો. ડિસેમ્બર મહિનામાં મોંઘવારીનો દર 2.19 ટકા રહ્યો હતો, જે નવેમ્બરમાં 2.33 ટકા હતા. આ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન 2.4 ટકા રહ્યું હતું. 

જથ્થાબંધ મોંઘવારી ઘટી હતી
જથ્થાબંધ ભાવ સૂચકાં (WPI) આધારિત મોંઘવારીનો દર ડિસેમ્બર મહિનામાં 8 મહિનાના નીચલા સ્તરે પહોંચીને 3.80 ટકા થઈ ગયો હતો. જેનું કારણ ઈંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થવો છે. નવેમ્બર 2018માં જથ્થાબંધ મોંઘવારીનો દર 4.64 ટકા હતો, જ્યારે ડિસેમ્બર 2017માં આ દર 3.58 ટકા હતા. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More