Home> India
Advertisement
Prev
Next

VIDEO : ફરી ચર્ચામાં આવી પીળી સાડીવાળી મહિલા, હવે ડાન્સનો વીડિયો થયો વાયરલ

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પીળા રંગની સાડીના કારણે સોશિલય મીડિયામાં છવાઈ ગયેલી મહિલા ચૂંટણી કર્મચારીનો  હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પણ તેણે પીળા રંગનું સ્કર્ટ પહેર્યું છે અને ઘરમાં તે એક રાજસ્થાની ગીત પર ડાન્સ કરી રહી છે 

VIDEO : ફરી ચર્ચામાં આવી પીળી સાડીવાળી મહિલા, હવે ડાન્સનો વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી PWD અધિકારી રીના દ્વિવેદી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તેનો એક ટિક-ટોક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. રીનાના ડાન્સનો આ વીડિયો યુ-ટ્યુબ પર પણ અપલોડ થઈ ગયો છે. 

વાયરલ વીડિયોમાં રીના ફરી એક વખત પીળા રંગના ડ્રેસમાં જ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન તે જ્યારે સૌ પ્રથમ વખત સોશિયલ મીડિયામાં ચર્ચિત બની હતી, તેનું કારણ તેણે પહેરેલી પીળા રંગની સાડી જ હતી. તે પીળા રંગની સાડી અને કાળા રંગના ગોગલ્સમાં ચૂંટણી ડ્યુટી માટે ઈવીએમ મશીન લઈને જઈ રહી હતી અને તેના આ ફોટા સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની ગયા હતા. એ ડ્રેસમાં તે મોડલ જેવી જ દેખાતી હતી. 

આ વખતે રીના દ્વિવેદી ફરીથી પીળા રંગના ફૂલવાળા ડ્રેસમાં જ જોવા મળી રહી છે. આ વીડિયોમાં રીના એક રાજસ્થાની ગીત પર ડાન્સ કરી રહી છે. રીનાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે અને તે પોતાના ઘરમાં જ એક ગીત પર ડાન્સ કરી રહી છે. રીનાનો અંદાજ અને ડાન્સ લોકોને એટલો ગમી ગયો કે તે ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. 

રીના દ્વીવેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પણ તેણે પીળા રંગનો જ ડ્રેસ પહેર્યો છે. આ ગીતમાં પણ તે કોઈ સમારોહના સ્થળે ફોટો સેશન કરાવી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

તાજેતરમાં જ રીના અંગે એવા સમાચાર આવ્યા હતા કે તે બીગ બોસમાં જઈને પોતાની ઓળખ વધુ પાકી કરવા માગે છે. રીના દ્વીવેદી લખનઉમાં પીડબલ્યુડી વિભાગમાં અધિકારી છે અને ઉત્તર પ્રદેશના દેવરિયાની નિવાસી છે. તેનો એક 13 વર્ષનો પુત્ર પણ છે. 

જૂઓ LIVE TV.... 

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More