Home> India
Advertisement
Prev
Next

Cooperative Bank: હવે બેંક ખાતામાંથી પૈસા કાઢી શકશે નહી ગ્રાહકો, RBI એ આજથી લગાવ્યો પ્રતિબંધ

RBI imposed restrictions on bank: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ મહારાષ્ટ્રની એક બેંકને લઇને મોટો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ હવે બેંક પર ઘણા પ્રકારના અંકુશ લગાવી દીધા છે. જેની સીધી અસર બેંકના ગ્રાહકો પર પડશે. જાણી લો શું છે કારણો...આ નિયમો અન્ય બેન્કોને લાગુ પડશે કે નહીં એ પણ જરા ચેક કરી લો...

Cooperative Bank: હવે બેંક ખાતામાંથી પૈસા કાઢી શકશે નહી ગ્રાહકો, RBI એ આજથી લગાવ્યો પ્રતિબંધ

Reserve Bank of India: રિઝર્વ બેંક દેશની તમામ બેંકોની દેખરેખ રાખે છે. જો તમારુ પણ દેશની કો ઓપરેટિવ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે કામના છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ મહારાષ્ટ્રના એક બેંકને લઇને મોટો નિર્ણય લીધો છે. આરબીઆઇએ હવે બેંક પર ઘણા પ્રકારના અંકુશ લગાવી દીધા છે, જેની સીધી અસર બેંકના ગ્રાહકો પર પડશે. 

30વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત,જાણો માં દુર્ગા કોનો કરશે બેડો પાર

તમને જણાવી દઇએ કે આરબીઆઇએ મહારાષ્ટ્રના શિરપુર મર્ચેંટ્સ કો ઓપરેટિવ બેંક વિરૂદ્ધ મોટું પગલું ઉઠાવ્યું છે. ભારતીય રિઝર્વ બેંક  (RBI) એ મહારાષ્ટ્ર સ્થિત શિરપુર મર્ચેંસ કો ઓપરેટિવ બેંકની કથળતી નાણાકીય સ્થિતિને જોતાં ઘણા નિર્ણય લીધા છે. 

બેંક નહી આપી શકે લોન
આરબીઆઇએ બેંક પાસેથી પૈસા નિકાળવાથી માંડીને ઘણી સેવાઓ પર અંકુશ લગાવી દીધા છે. આરબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે સોમવારે કારોબાર બંધ થયા બાદ આ સહકારી બેંક કોઇપણ નવી લોન આપી શકશે નહી અને ના તો કોઇ રોકાણ કરી શકશે. 

Investments Tips: ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી?

આરબીઆઈની પરવાનગી જરૂરી રહેશે
આ સાથે બેંકને કેન્દ્રીય બેંકની પરવાનગી વિના તેની મિલકત અથવા સંપત્તિને સ્થાનાંતરિત અથવા નિકાલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શિરપુર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંકની વર્તમાન નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે આ પગલું ભર્યું છે.

MS Dhoni ની ધાકડ એન્ટ્રી થતાં આન્દ્રે રસેલે કેમ બંધ કર્યા કાન? જોઇ લો વીડિયો
 

ખાતામાંથી ઉપાડી શકશે નહીં પૈસા 
તેમાં તમામ બચત બેંક અથવા ચાલુ ખાતા અથવા થાપણદારના અન્ય કોઈપણ ખાતામાં કુલ બેલેન્સમાંથી કોઈ રકમ ઉપાડવાની મંજૂરી આપી શકાતી નથી. જો કે, બેંક ગ્રાહકો રિઝર્વ બેંકના આ નિયમો અને શરતો હેઠળ તેમના ખાતામાં જમા રકમમાંથી લોન ચૂકવી શકશે.

બિમારીને 100 ફૂટ દૂર રાખે છે આ ફૂડ્સ, હાડકાંને બનાવે છે લોખંડ જેવા મજબૂત
 

5 લાખ સુધીની રકમ મળવાનો હક

આરબીઆઇએ કહ્યું કે પાત્ર જમાકર્તાને જમા વિમા અને ક્રેડિટ ગેરેન્ટી નિગમ (DICGC) માંથી પાંચ લાખ રૂપિયા સુધીની જમા વિમા દાવાની રકમ મેળવવાનો હક રહેશે. આ માટે પ્રોસેસ કરવાની રહેશે. 

કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ
 

6 મહિના સુધી લાગૂ રહેશે પ્રતિબંધ

શિરપુર મર્ચેંટ્સ કો-ઓપરેટિવ બેંક પર આઠ એપ્રિલ 2024 ના રોજ કારોબાર બંધ થયાથી લાગૂ પ્રતિબંધ છ મહિના સુધી લાગૂ રહેશે. જોકે રિઝર્વ બેંકે કહ્યું કે આ નિર્દેશોને બેંકના લાયસન્સ રદ કરવાના રૂપમાં સમજવું જોઇએ નહી. તેમણે કહ્યું કે બેંક પોતાની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી આ અંકુશો સાથે બેંકિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે. હવે આ બેન્કના ગ્રાહકો છ મહિના સુધી ભરાઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More