Home> India
Advertisement
Prev
Next

Viral video: વરરાજા થયો કોરોના પોઝિટિવ, દુલ્હા-દુલ્હને PPE કીટ પહેરીને લીધા સાત ફેરા

દેશમાં કોરોનાની (Coronavirus) બીજી લહેર ચાલી રહી છે. બેકાબુ થયેલા કોરોના પર કાબુ મેળવવા માટે કેટલાક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તે દરમિયાન જરૂરી સેવાઓને મંજૂરી આપવામાં આવી છે

Viral video: વરરાજા થયો કોરોના પોઝિટિવ, દુલ્હા-દુલ્હને PPE કીટ પહેરીને લીધા સાત ફેરા

નવી દિલ્હી: દેશમાં કોરોનાની (Coronavirus) બીજી લહેર ચાલી રહી છે. બેકાબુ થયેલા કોરોના પર કાબુ મેળવવા માટે કેટલાક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તે દરમિયાન જરૂરી સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. કોઈપણ પ્રકારે સામાજિક મેળાવડાને મંજૂરી નથી. જો કે, લગ્ન (Wedding) અને અંતિમ સંસ્કાર (funeral) સંબંધિત શરતો સાથે છૂટ છે. કેટલાક લોકો લગ્ન અને અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે તે સંદર્ભે રાજ્ય સરકારો દ્વારા વિવિધ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ પણ કોરોનાથી પીડિત છે. અહીં પણ દરરોજ 11-12 હજાર નવા કેસ સામે આવે છે.

મધ્યપ્રદેશના રતલામથી લગ્નનો એક અનોખો વીડિયો સામે આવ્યો છે. અહીં, દુલ્હા અને દુલ્હન બંનેએ PPE કીટ પહેરીને સાત ફેરા લીધા છે. સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા-દુલ્હન PPE કીટમાં ફેરા ફરી રહ્યા છે. સાથે હાજર બે-ત્રણ લોકો પણ PPE કીટ પહેરીને ઉભા છે.

લગ્ન પહેલા વરરાજાના કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ANI સાથે વાત કરતાં રતલામના તહસિલદાર નવીન ગર્ગે જણાવ્યું હતું કે 19 એપ્રિલના રોજ વરરાજાના કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમે લગ્ન રોકવા માટે અહીં પહોંચ્યા હતા, પરંતુ જ્યારે લગ્ન કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા. આ સમય દરમિયાન દંપતીએ PPE કીટ પહેરી હતી જેથી સંક્રમણ ફેલાવાનું કોઈ જોખમ ન રહે. લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More