Home> India
Advertisement
Prev
Next

રામપુર: જૌહર યુનિવર્સિટીનો ગેટ તૂટશે, કોર્ટે આઝમ ખાનને 3 કરોડથી વધુ રકમનો દંડ ફટકાર્યો

જૌહર યુનિવર્સિટી મામલે આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. યુનિવર્સિટીના ગે મામલે આજે ઉપ જિલ્લાધિકારીના ન્યાયાલયમાં સુનાવણી થઈ.

રામપુર: જૌહર યુનિવર્સિટીનો ગેટ તૂટશે, કોર્ટે આઝમ ખાનને 3 કરોડથી વધુ રકમનો દંડ ફટકાર્યો

રામપુર, મોહમ્મદ આમિર: જૌહર યુનિવર્સિટી મામલે આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. યુનિવર્સિટીના ગેટ મામલે આજે ઉપ જિલ્લાધિકારીના ન્યાયાલયમાં સુનાવણી થઈ. આ દરમિયાન યુનિવર્સિટી તરફથી પ્રાર્થના પત્ર અપાયું કે જિલ્લા જજના ન્યાયાલયમાં પણ જે અરજી કરાઈ હતી તે ફગાવી દેવાઈ છે. આથી અમને હાઈકોર્ટમાં જવા માટે સમય આપવામાં આવે. 

જુઓ LIVE TV

કોર્ટે અરજી ફગાવતા આદેશ આપ્યો કે 15 દિવસની અંદર પીડબલ્યુના રોડ પરથી ગેરકાયદે કબ્જો જમાવેલી જગ્યા ખાલી કરવી અને ક્ષતિપૂર્તિ તરીકે 3 કરોડ 27 લાખ 60 હજાર રૂપિયા જમા કરાવવા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More