Home> India
Advertisement
Prev
Next

Ram Mandir Ayodhya: રામ મંદિરમાં લગાવવામાં આવી રહ્યાં છે સોનાના 14 દરવાજા, પ્રથમ તસવીર આવી સામે

અયોધ્યામાં રામ મંદિરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ માટે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવામાં આવી રહ્યાં છે. 

Ram Mandir Ayodhya: રામ મંદિરમાં લગાવવામાં આવી રહ્યાં છે સોનાના 14 દરવાજા, પ્રથમ તસવીર આવી સામે

અયોધ્યાઃ Golden doors being installed in Ram Mandir Ayodhya: અયોધ્યામાં રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એવો ખાસ હશે જેને લાંબા સમય સુધી લોકો યાદ કરશે. તે માટે મંદિરમાં કામ ચાલી રહ્યું છે. રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવામાં આવી રહ્યાં છે, જેની પ્રથમ તસવીર સામે આવી છે. આ દરવાજા રામલલાના ગર્ભ ગૃહના મુખ્ય દ્વારના છે. આગામી ચાર દિવસમાં હજુ 13 આવા દરવાજા લાગશે.

દરવાજા પર સોનાની પરત
જાણકારી પ્રમાણે રામ મંદિરમાં લાગેલો આ પ્રથમ દરવાજો એક હજાર કિલોના સોનાની પ્લેટિંગનો છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં કોતરેલા દરવાજા લગાવવામાં આવી રહ્યાં છે. આ દરવાજા પર વિષ્ણુ કમલ, વૈભવ પ્રતીક ગજ અર્થાત હાથી, પ્રણામ સ્વાગત મુદ્રામાં દેવી ચિત્ર અંકિત છે. શ્રી રામ મંદિરના દરવાજા સાગના પ્રાચીન વૃક્ષોથી નિર્મિત છે. બધા દરવાજા આ સપ્તાહે લાગી જશે. 

આ પણ વાંચોઃ લક્ષદ્વીપને હડપવા માંગતું હતું પાકિસ્તાન, જાણો સરદાર પટેલે કેવી રીતે બચાવ્યું

તમિલનાડુના કારીગર કરી રહ્યાં છે કામ
મંદિર નિર્માણ સાથે જોડાયેલી સમિતિ પ્રમાણે મંદિરમાં 14 દરવાજા લગાવવાના છે. તેને બનાવવાનું કામ હૈદરાબાદની 100 વર્ષ જૂની ફર્મ અનુરાધા ટિંબરને આપવામાં આવ્યું છે. આ ફર્મે અયોધ્યામાં પોતાનું અસ્થાયી વર્કશોપ બનાવ્યું છે, જેમાં નાગર શૈલીથી આ દરવાજાને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. દરવાજાની ડિઝાઇનમાં સનાતન સંસ્કૃતિ અને ભવ્યતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમિલનાડુના કારીગરો આ દરવાજા કોતરવામાં રોકાયેલા છે.

22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશની શાળાઓમાં રજા
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ભવ્ય બનાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ રાજ્યની તમામ શાળા-કોલેજોમાં રજા રાખવાનો આદેશ આપ્યો છે, જેનાથી બાળકો અને શિક્ષકો પોતાની ટીવી સ્ક્રીન પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને જોઈ શકશે. આ સાથે 22 જાન્યુઆરીએ રાજ્યભરમાં દારૂની દુકાનો પણ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More