Home> India
Advertisement
Prev
Next

Ram Mandir: રામ મંદિરમાં એન્ટ્રી પર પ્રતિબંધ, ભારે ભીડના કારણે લેવાયો નિર્ણય

Ayodhya Ram Mandir: અયોધ્યા સ્થિત રામ મંદિરમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. ભારે ભીડના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Ram Mandir: રામ મંદિરમાં એન્ટ્રી પર પ્રતિબંધ, ભારે ભીડના કારણે લેવાયો નિર્ણય

Ayodhya Ram Mandir decision: અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકી દેવામાં આવ્યા હતા. અંદર ગર્ભગૃહમાં ભક્તોની ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા ધામમાં  પ્રભુ શ્રીરામના દર્શન કરનારાઓનો જાણે સૈલાબ આવી ગયો છે. અયોધ્યા પહોંચી રહેલા હજારો ભક્તો કોઈને કોઈ રીતે જલદી મંદિર પહોંચીને ભગવાન શ્રીરામના દર્શન કરવા માંગે છે. આજે સવારથી જ શ્રીરામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 

ખેડૂત પિતાનો અરબપતિ પુત્ર, 50 રૂપિયા ઘરેથી નિકળ્યો, અત્યારે કરોડોનો કારોબાર
Video: પાડોશના ગામમાં વેચાય છે 'સોનેરી ઘી', ભેળસેળ સાબિત કરો 1 લાખ કેશ લઇ જાવ

રામ મંદિરના મુખ્ય દ્વાર બહાર મોડી રાતથી  ભક્તોની લાંબી લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ. 2 વાગ્યાથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા. ભીડમાં રહેલા લોકો ગેટ સામે જય શ્રી રામના નારા લગાવીને મંદિરની અંદર દાખલ થઈ રહ્યા છે. દેશભરથી શ્રદ્ધાળુઓના ઉમટવાનો ક્રમ ચાલુ છે. આ સાથે જ અયોધ્યાના સ્થાનિકો પણ દર્શન અને પૂજા માટે રામ મંદિર પહોંચી રહ્યા છે. બધાની ઈચ્છા છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી સવારે તેઓ દર્શન કરે અને રામલલ્લાની પૂજા કરે. 

અયોધ્યાને શણગારનાર કંપનીના શેરમાં તેજી, ઉદઘાટન બની જશે Multibagger Bagger Share
આ શેરમાં 10 વર્ષ પહેલાં લાખ રોક્યા હોત તો આજે કરોડપતિની યાદીમાં હોત તમારું નામ

મળતી માહિતી મુજબ ભક્તોની ભારી ભીડના પગલે અયોધ્યામાં હોટલ-લોજ ફૂલ થઈ ગયા છે. અનેક હોટલોએ રૂમના ભાડા વધારી દીધા છે. બે અઠવાડિયા પહેલેથી જ લોકોએ 23 જાન્યુઆરી અને તેની આગળની તારીખો માટે 80 ટકાથી વધુ રૂમ બુક કરી લીધા હતા. 

Jio Cheapest Plan: જિયોએ યૂઝર્સને આપી મોટી ભેટ, લોન્ચ કર્યા બે સસ્તા ડેટા પેક
વધી ગયો મહિલાનો મોભો, ખેતીએ બદલી દીધી કિસ્મત, દર મહિને કરી રહી છે લાખોની કમાણી

સોમવારે શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેક પ્રસંગે સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સવ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન, દેશના વિવિધ મંદિરોમાં ભક્તોને ભગવાન રામને સમર્પિત ગીતો અને વિશેષ ભજનો ગાતા સાંભળવામાં આવ્યા હતા અને વિશેષ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડારા અને રંગોળી જેવા કાર્યક્રમોમાં પણ લોકોએ ભાગ લીધો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More