Home> India
Advertisement
Prev
Next

મંત્રી પદ ન મળવા મુદ્દે રાજ્યવર્ધનસિંહ રાઠોડે તોડ્યું મૌન, આપ્યું અત્યંત મહત્વનું નિવેદન 

પૂર્વ મંત્રી અને પૂર્વ ઓલંપિયન રાજ્યવર્ધનસિંહ રાઠોડ શુક્રવારે ફેસબુક પર લાઈવ થયા અને કહ્યું કે હું યાદ અપાવવા માંગુ છું કે હું રાજકારણમાં કેમ આવ્યો છું.- ભલે મારી પાસે પદ  રહે કે ના રહે.. આ તથ્ય છતાં હું રાષ્ટ્ર માટે કઈંક કરવા માંગુ છું. આ ચૂંટણી જાતિવાદ પર રાષ્ટ્રવાદની જીત છે.

મંત્રી પદ ન મળવા મુદ્દે રાજ્યવર્ધનસિંહ રાઠોડે તોડ્યું મૌન, આપ્યું અત્યંત મહત્વનું નિવેદન 

જયપુર: પૂર્વ મંત્રી અને પૂર્વ ઓલંપિયન રાજ્યવર્ધનસિંહ રાઠોડ શુક્રવારે ફેસબુક પર લાઈવ થયા અને કહ્યું કે હું યાદ અપાવવા માંગુ છું કે હું રાજકારણમાં કેમ આવ્યો છું.- ભલે મારી પાસે પદ  રહે કે ના રહે.. આ તથ્ય છતાં હું રાષ્ટ્ર માટે કઈંક કરવા માંગુ છું. આ ચૂંટણી જાતિવાદ પર રાષ્ટ્રવાદની જીત છે. તેમણે કહ્યું કે, "મારા જેવી વ્યક્તિ કે જેનો રાજકારણમાં કોઈ ગોડફાધર નથી, જેની ચાર પેઢીઓએ સેનામાં સેવા આપી છે, તેને કોઈ અન્ય પાર્ટીમાંથી ટિકિટ મળી શકે તેમ નહતી." તેમણે કહ્યું કે માત્ર ટિકિટ જ નહીં, ચૂંટણી જીત્યા બાદ હું મંત્રી પણ બની શકુ તેમ નહતો. 

કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા

તેમણે કહ્યું કે આ ફક્ત મોદી સરકારમાં જ શક્ય હતું. કારણ કે મેઘાવીઓને પ્રોત્સાહન અપાય છે. રાઠોડ પૂર્વની મોદી સરકારમાં સૂચના અને પ્રસારણ તથા ખેલ રાજ્ય મંત્રી હતાં. તેમણે જયપુર ગ્રામીણથી લોકસભા ચૂંટણી જીતી હતી. ગુરુવારે જાહેર થયેલા મંત્રીમંડળમાં તેમને કોઈ વિભાગ મળ્યો નથી. 

મોદી કેબિનેટનો સૌ પ્રથમ નિર્ણય, શહીદોના બાળકોને અપાઈ ખાસ ભેટ
તત બીજીવાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલો નિર્ણય શહીદોના બાળકો માટે અપાનારી સ્કોલરશીપ વધારવાનો કર્યો. મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક આજે યોજાઈ છે. જેમાં નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશીપ સ્કીમમાં મોટા ફેરફારની મંજૂરી અપાઈ છે. હવે શહીદોના દીકરાઓને દર મહિને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જ્યારે દીકરીઓને 2250 રૂપિયાની જગ્યાએ પ્રતિ માસ 3000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. એટલું જ નહીં આ સ્કોલરશિપ સ્કીમનો દાયરો વધારીને હવે તેમા રાજ્ય પોલીસને પણ સામેલ કરાઈ છે. આતંકી કે નક્સલી હુમલામાં શહીદ થયેલા રાજ્ય પોલીસના જવાનો/ઓફિસરોના બાળકોને પણ હવે સ્કોલરશિપ મળશે. 

મોદી સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં નાના દુકાનદારો-વેપારીઓને આપી આ મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી. તેમણે ટ્વિટ  કરીને કહ્યું કે અમારી સરકારનો પહેલો નિર્ણય ભારતની રક્ષા કરનારાઓને સમર્પિત છે. આ નિર્ણયમાં રાષ્ટ્રીય રક્ષા કોષ હેઠલ વડાપ્રધાન શિષ્યવૃત્તિ યોજનામાં ફેરફાર કરતા પીએમ મોદીએ આતંકીઓ, માઓવાદીઓના હુમલામાં શહીદ થતા જવાનોના બાળકોની શિષ્યવૃત્તિ વધારવાનો નિર્ણય લીધો છે. 

જુઓ LIVE TV

વડાપ્રધાન સ્કોલરશિપનો દાયરો વધારવામાં આવ્યો છે. જે મુજબ હવે આ સ્કીમનો લાભ સેના અને અર્ધસૈનિક દળો ઉપરાંત રાજ્ય પોલીસના જવાનોના બાળકોને પણ મળશે. આ કોટાનો લાભ એક વર્ષમાં 500ને મળશે. વડાપ્રધાન સ્કોલરશિપ સ્કીમ લાભ રાજ્ય પોલીસના તે જવાનોના બાળકોને પણ મળશે જેમણે ડ્યૂટી દરમિયાન કે નક્સલી હુમલામાં પોતાના જીવ ગુમાવ્યાં છે.

નેશનલ ડિફેન્સ ફંડની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. હાલ આ ફંડનો ઉપયોગ સશસ્ત્ર દળો, અર્ધસૈનિક દળો અને આરપીએફના સભ્યો ઉપરાંત તેમના આશ્રિતોના કલ્યાણ માટે થાય છે. તે હેઠળ અપાતી પીએમ સ્કોલરશિપનો ઉદ્દેશ્ય શહીદોની વિધવા અને તેમના બાળકોને ટેક્નિકલ તથા પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રોત્સાહિત કરવાનો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More