Home> India
Advertisement
Prev
Next

એલર્ટ! પેટ્રોલની ટાંકી કરાવી દેજો ફૂલ, બે દિવસ પેટ્રોલ પંપ રહેશે બંધ : આ રાજ્યમાં બબાલ, જાણો કારણ

દેશના અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. હાલ રાજસ્થાન રાજ્યમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. જેને જોતા પેટ્રોલ પંપ સંચાલકોએ રાજસ્થાન સરકાર સામે મોરચો ખોલીને હડતાળનું એલાન કર્યું છે. આ શ્રેણીમાં 13 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરે રાજ્યભરના પેટ્રોલ પંપ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે.

એલર્ટ!  પેટ્રોલની ટાંકી કરાવી દેજો ફૂલ, બે દિવસ પેટ્રોલ પંપ રહેશે બંધ : આ રાજ્યમાં બબાલ, જાણો કારણ
Updated: Sep 12, 2023, 03:01 PM IST

Petrol Pump Dealers strike: દેશના અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. હાલ રાજસ્થાન રાજ્યમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. જેને જોતા પેટ્રોલ પંપ સંચાલકોએ રાજસ્થાન સરકાર સામે મોરચો ખોલીને હડતાળનું એલાન કર્યું છે. આ શ્રેણીમાં 13 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરે રાજ્યભરના પેટ્રોલ પંપ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે.

ભારતમાં કેટલી હશે iPhone 15 ની કિંમત? અહીં જાણો ફટાફટ
iPhone 15 ના લોન્ચના પહેલાં ઘટ્યા iPhone 11 ના ભાવ! મળી રહ્યો છે ફક્ત 2,999 રૂપિયામા

15 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ 
તમને જણાવી દઈએ કે, પેટ્રોલ પંપ સંચાલકોએ કહ્યું છે કે જો રાજ્ય સરકાર વેટ ઘટાડવાની દિશામાં કોઈ કામ નહીં કરે તો પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. જેના કારણે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હડતાળને લઈને જયપુરમાં પેટ્રોલ પંપ પર પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસ સરકારને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની અપીલ કરવામાં આવી છે.

Mutual Fund નો કમાલ, 100 રૂપિયાથી પણ બની શકો છો કરોડપતિ, જુઓ સંપૂર્ણ ગણતરી
આ 4 રાશિવાળા થઇ જશે ખુશ, માર્ગી શુક્ર આપશે રાજા જેવું જીવન, અઢળક પ્રેમ-રૂપિયા

આ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની માંગ છે
પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું કહેવું છે કે રાજસ્થાન સરકાર દેશમાં સૌથી વધુ વેટ વસૂલ કરી રહી છે, જેનું નુકસાન પેટ્રોલ પંપ માલિકો તેમજ સામાન્ય જનતાને ભોગવવું પડી રહ્યું છે. અમે છેલ્લા ઘણા મહિનાઓથી સરકાર પાસે આ માંગ કરી રહ્યા છીએ, પરંતુ ગેહલોત સરકાર આ માંગને અવગણી રહી છે. જેના કારણે અમારે હડતાળનું પગલું ભરવાની ફરજ પડી હતી.

તમે બની જશો કરોડપતિ: તમારી સૌથી મોટી ઈચ્છા થઈ જશે પૂરી, બસ કરી લો આ નાનું કામ
SBI Offer: 5,000 રૂપિયા દર મહિને જમા કરો અને મેળવો 3,54,957 રૂપિયા

અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ અલગ-અલગ છે?
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર લાદવામાં આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શહેરોમાં અલગ અલગ હોય છે.

અમીર બનવાના ઉપાય, 5 રૂપિયાનો આ ટોટકો દૂર કરી દેશે ગરીબી, આજે જ કરો ટ્રાય
Vastu Tips: ઓશિકા નીચે રાખીને ઉંઘો આ વસ્તુઓ, ચૂંબકની માફક ખેંચી લાવશે ધન, ચમકી જશે ભાગ્ય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે