Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાન: 7 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચરનાર શેતાનને ફાંસીની સજા

દુષ્કર્મના આરોપીને પોક્સો એક્ટમા ફાંસીની સજા થઇ હોય તેવી પહેલી ઘટના રાજસ્થાન પ્રદેશની પહેલી ઘટના છે

રાજસ્થાન: 7 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચરનાર શેતાનને ફાંસીની સજા

જયપુર : રાજસ્થાનના અલવર જિલ્લાના લક્ષ્મણગઢમાં 9મેના રોજ 7 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના આરોપીને એસસી એસટી કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. પોક્સો એક્ટમાં સંશોધન બાદ આ દેશનો ત્રીજો અને પ્રદેશનો પહેલો કેસ છે. કોર્ટે અભિયુક્તને કલમ 376 ભારતીય દં સંહિતાની અધિન દંડનીય ગુનાના આરોપને દોષીત સિદ્ધ કર્યો. દોષી સિદ્ધ હોવા અંગે પણ દુષ્કર્મી પિંટૂ પુત્ર સોહનલાલના ચહેરા પર જરા પણ ડર કે પોતે ખોટુ કૃત્યુ કર્યું હોવાનું નહોતુ દેખાતું. ફાંસીની સજા હોવા છતા પણ તેના ચહેરા પર જરા સરખી પણ ચિંતા નહોતી.  કોર્ટે આ ચુકાદો શનિવારે સાંજે પોણા પાંચ વાગ્યે સજા ફટકારવામાં આવી. 

દોષી પિંટૂની ઉંમર હાલ 19 વર્ષની છે. ચુકાદો આવતાની સાથે જ તેની પત્નીની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા હતા. ચુકાદા સમયે ચિંટુના પરિવારના તમામ સભ્યો હાજર હતા. પ્રદેશમાં પોક્સો એક્ટ હેઠળ અલવર જિલ્લામાં લક્ષ્મણગઢ વિસ્તારના ગ્રામ હરસાનામાં સાત મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરવાના આરોપી પિન્ટૂ પુત્ર સોહન લાલને શનિવારે વિશેષ ન્યાયાધીશ (અનુસૂચિત જાતી તથા અનુસૂચિત જનજાતી અત્યાચાર નિવારણ પ્રકરણ) જગેન્દ્ર અગ્રવાલે મૃત્યુદંડની સજા ફટકારી છે. પોલીસ મુખ્યમથકમાં મીડિયા કર્મચારીઓને સંબોધિત કરતા જયપુરમાં રેંજ આઇજી હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું કે, પ્રકરણની ગંભીરતાને જોતા પોલીસે માત્ર 27 દિવસમાં અનુસંધાનની કાર્યવાહી પુર્ણ કરીને કોર્ટમાં ચલણ રજુ કર્યું અને વિશેષ ન્યાયાધીશ (અનુસૂચિત જાતી - અનુસૂચિત જનજાતી અત્યાચાર નિવારણ પ્રકરણ) જગેન્દ્ર અગ્રવાલે આ મુદ્દે  12 મુદ્દતમાં 22 કોર્ટના દિવસમાં સુનવણી પુર્ણ કરી. 

અન્તિમ ચર્ચા 17 જુલાઇને સાંભળીને 18મી જુલાઇએ આરોપીને માત્ર 70 દિવસમાં દોષીત  ઠેરવવામાં આવ્યો અને આજે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. પોક્સો એક્ટ હેઠલ દોષીત કરાર  કરવાની આ પ્રદેશમાં પ્રથમ કાર્યવાહી છે.  તેમણે જણાવ્યું કે, 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના મુદ્દે કઠોર સજા ફટકારવા માટે 21 એપ્રીલ, 2018ના રોજ આ દંડ વિધિ સંશોધન અસ્તિત્વમાં આવ્યું હતું.

આ પ્રકારે ઘટી હતી ઘટના
જયપુર રેંજ આઇજી હેમન્ત પ્રિયદર્શીએ જણાવ્યું કે, થાના લક્ષ્મણગઢ જિલ્લા અલવરમાં ગ્રામ હરસાનાના પીડિતાના પિતાએ  9મે, 2018ના રોજ પોતાની સાત મહિનાની બાળકી પર દુષ્કર્મ થયુયં હોવા અંગે માહિતી આપી હતી. બાળકીના પિતા અનુસાર તે પોતાનાં નેત્રહિન દાદી પાસે સુઇ રહી હતી. સાંજે 6 વાગ્યે હરસાના નિવાસી પિન્ટુ પુત્ર સોહનલાલ જોશી રમાડવાના બહાને તેને લઇ ગયો હતો. અડધા કલાક બાદ બાળકીને શોધતા ફુટબોલ ફિલ્ડ પર પહોંચી તો ત્યાં બાળકીના રડવાનો અવાસ આવ્યો. પિન્ટુ તેને લોહીલુહાણ પરિસ્થિતીમાં છોડીને ભાગી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો પણ કબુલી લીધો છે. ત્યાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને  6 જુન, 2018ના રોજ કોર્ટમાં ચલણ રજુ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More