Home> India
Advertisement
Prev
Next

Punjab ના રાજકીય ભૂકંપની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી, CM ગેહલોતના OSD એ આપ્યું રાજીનામું

પંજાબમાં રાજકીય ભૂકંપની અસર રાજસ્થાનમાં જોવા મળી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી (Officer on Special Duty) લોકેશ શર્મા  (Lokesh Sharma)એ રાજીનામું આપી દીધુ છે. 

Punjab ના રાજકીય ભૂકંપની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી, CM ગેહલોતના OSD એ આપ્યું રાજીનામું

જયપુર: પંજાબમાં રાજકીય ભૂકંપની અસર રાજસ્થાનમાં જોવા મળી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી (Officer on Special Duty) લોકેશ શર્મા  (Lokesh Sharma)એ રાજીનામું આપી દીધુ છે. 

લોકેશ શર્માએ સીએમ અશોક ગેહલોતને લેટર લખ્યો અને કહ્યું કે મારા ટ્વીટને રાજનીતિક રંગ આપીને ખોટો અર્થ કાઢી પંજાબના ઘટનાક્રમ સાથે જોડવામાં આવી રહી છે. વર્ષ 2010થી હું ટ્વિટર પર એક્ટવિ છું અને મે આજ સુધી પાર્ટી લાઈનથી અલગ જઈને, કોંગ્રેસના કોઈ પણ નાનાથી લઈને મોટા નેતા અંગે અને પ્રદેશની કોંગ્રેસ સરકાર અંગે ક્યારેય એવો કોઈ શબ્દ લખ્યો નથી જેને ખોટો કહી શકાય. 

લોકેશ શર્માએ ટ્વીટ કરી હતી કે મજબૂતને મજબૂર, મામૂલીને મગરૂર કરવામાં આવે. વાડ જ ખેતરને ખાઈ જાય, તે પાકને કોણ બચાવે. જેના પર ખુબ હોબાળો મચ્યો હતો અને તેને પંજાબની રાજકીય ઉથલપાથલ સાથે સાંકળી દેવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More