Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : ભાજપે ખોલ્યા ઉમેદવારના છેલ્લા પત્તા...

વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે પોતાના ઉમેદવારોના આખરી પત્તા ખોલ્યા છે. આજે અંતિમ યાદી જાહેર કરી છે. જેમાં ભાજપને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટ વિરૂધ્ધ યૂનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે 11 નવેમ્બરે જાહેર કરેલી પ્રથમ યાદીમાં ટોંકથી વર્તમાન ધારાસભ્ય અજિત સિંહ મહેતાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. એ બાદ કોંગ્રેસે 15 નવેમ્બરે જાહેર કરેલી પ્રથમ યાદીમાં પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટને ટોંકથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા હતા. હવે ભાજપે આ બેઠક પર પોતાના ઉમેદવાર બદલી યૂનુસ ખાનને સચિન પાયલોટ વિરૂધ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : ભાજપે ખોલ્યા ઉમેદવારના છેલ્લા પત્તા...

જયપુર : વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે પોતાના ઉમેદવારોના આખરી પત્તા ખોલ્યા છે. આજે અંતિમ યાદી જાહેર કરી છે. જેમાં ભાજપને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટ વિરૂધ્ધ યૂનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે 11 નવેમ્બરે જાહેર કરેલી પ્રથમ યાદીમાં ટોંકથી વર્તમાન ધારાસભ્ય અજિત સિંહ મહેતાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. એ બાદ કોંગ્રેસે 15 નવેમ્બરે જાહેર કરેલી પ્રથમ યાદીમાં પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટને ટોંકથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા હતા. હવે ભાજપે આ બેઠક પર પોતાના ઉમેદવાર બદલી યૂનુસ ખાનને સચિન પાયલોટ વિરૂધ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

ડીંડવાડાથી ભાજપે જિતેન્દ્ર સિંહ જોધાને ટિકિટ આપી છે. જયારે કોટપૂતલીથી મુકેશ ગોયલને ઉમેદવાર બનાવ્યા છે. બહરોડથી મોહિત યાદવને ઉમેદવાર બનાવ્યા છે. કરૌલીથી ઓ પી સૈનીને ટિકિટ આપી છે. ખીંવસરથી રામચંદ્ર ઉત્તાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ખેરવાડા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા છે. અહીં ભાજપે શંકરલાલ ખરાડીને બદલે નાના લાલ અહારીને ટિકિટ આપવામાં આવી છે. 

જાણકારોના મતે કોંગ્રેસના સીએમ રાજેની વિરૂધ્ધ માનવેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવ્યા બાદ ભાજપે પોતાની રણનીતિ બદલતાં આ નિર્ણય લીધો છે. જેમાં ભાજપે યુનુસ ખાનને સચિન પાયલોટ વિરૂધ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અહીં નોંધનિય છે કે, યૂનુસ ખાન વસુંધરા સરકારમાં મંત્રી છે અને ડીડવાના બેઠકથી ધારાસભ્ય છે. તો યૂનુસ ખાનને ટિકિટ આપી ભાજપે રાજસ્થાનમાં એક મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યો છે. 

fallbacks

જ્યારે બીજી બાજુ કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ભાજપી નેતા માનવેન્દ્ર સિંહની વાત કરીએ તો કોંગ્રેસે માનવેદ્ર સિંહને ઉમેદવાર બનાવી રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, પાર્ટી એમને આગામી લોકસભા ચૂંટણી માટે બચાવીને રાખશે. બીજુ એ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર કહી ચૂક્યા છે કે પાર્ટી આ વખતે પેરાશૂટ ઉમેદવારોને તક નહીં આપે. આપને જણાવી દઇએ કે અહી 7 ડિસેમ્બરે થનાર મતદાન માટે સોમવારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More