Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : "ખેડૂતોના દેવા થશે માફ, કન્યાઓને મળશે મફત શિક્ષણ"

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 જંગ ચરમસીમાએ છે. આગામી 7મીએ મતદાન થવાનું છે. સત્તા માટે ભાજપ કોંગ્રેસ બંને મેદાનમાં જોર મારી રહ્યા છે. આ સંજોગોમાં કોંગ્રેસે ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા ગુરૂવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો જેમાં ખેડૂતોના દેવા માફ કરવાની અને કન્યાઓને મફત શિક્ષણ આપવાની સાથોસાથ અન્ય ઘણી જાહેરાત કરી છે. 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 :

જયપુર #રાજસ્થાનમાં 7મી ડિસેમ્બરે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ગુરૂવારે સવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. જયપુર પીસીસી કાર્યાલય ખાતે ગુરૂવારે સવારે સચિન પાયલોટ, અશોક ગેહલોત સહિત અન્ય નેતાઓની હાજરીમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. સચિન પાયલોટે આ જન ઘોષણા પત્ર જાહેર કરતાં એને જનતાલક્ષી ગણાવ્યું. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં પહેલા કોંગ્રેસ દ્વારા જનતા પાસે સોશિયલ મીડિયામાં આ અંગે સુચન મંગાવાયા હતા. 

ચૂંટણી ઢંઢેરાની મુખ્ય વાતો
#ખેડૂતોના દેવા માફ કરાશે
#રાજસ્થાનમાં જન્મનાર દિકરીનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી શિક્ષણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
#કૃષિ ઉપકરણોને જીએસટીમાંથી મુક્ત કરાશે
#યુવાનોને પરીક્ષા સમયે મફત મુસાફરી
#અસંગઠિત મજૂરો અને કિસાનો માટે બોર્ડ બનાવાશે
#રોજગાર આપવા પ્રયાસ કરાશે, નહીં તો લોન પ્રક્રિયાને સરળ બનાવાશે
#નોકરી ન મળતાં યુવાનોને 3500 રૂપિયા સુધી ભથ્થું આપવામાં આવશે.
#રાઇટ ટૂ હેલ્થ વિધેયક પસાર કરાશે
#સરકાર પાસેથી લેવાના કોઇ પણ ડોક્યુમેન્ટ 30 દિવસમાં મળે એવું આયોજન
#જૈફ ખેડૂતો માટે પેન્શન યોજના 

fallbacks

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં કોંગ્રેસે ભાજપ દ્વારા કરાયેલા કામો અને એમના ઢંઢેરા સામે સવાલ ઉઠાવાયા. સચિન પાયલોટે ભાજપ સામે પ્રહાર કરતાં કહ્યું કે, હજારો યુવાનો પર લાઠીઓ વરસાવી નોકરી આપવાના વચનો આપનાર ભાજપ સરકારે શરમ કરવી જોઇએ. યુવાનોને નોકરી આપવાની વાત કરી ભાજપ ખોટું બોલી રહી છે. અમારી સરકાર આવશે તો કેન્દ્ર સરકાર સાથે મળીને રાજ્યમાં સારા કામ કરાશે. 

fallbacks

અશોક ગેહલોતે સંબોધનમાં કહ્યું કે, રાહુલ ગાંધીના વિચારોને આધીન અમે જનતાની સમસ્યાઓ જાણી અને એનો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કર્યો છે. આ અમારૂ રાહુલ મોડલ છે. વસુંધરા સરકારે કોંગ્રેસની જે યોજનાઓ બંધ કરી છે એને ફરીથી શરૂ કરવામાં આવશે. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, રાજે સરકારે કોલેજ અને યુનિવર્સિટીને બંધ કરવાનું કામ કર્યું છે. આંબેડકરના નામની યુનિવર્સિટી બંધ કરવાનો પ્રયાસ કરાયો અને ફ્રી દવાના નામે મને બદનામ કરવાનો પ્રયાસ કરાયો.

વિધાનસભા ચૂંટણી 2018ના વધુ સમાચાર જાણો, અહીં ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More