Home> India
Advertisement
Prev
Next

રાયગઢમાં આખુ ગામ ભૂસ્ખલનની ઝપેટમાં, અત્યાર સુધીમાં 16 લોકોના મોત, હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Maharashtra: મુંબઈ નજીક રાયગઢની એક દુર્ગમ પહાડી પર આવેલું ઈરશાલવાડી ગામ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવી ગયું હતું. આ ઘટનાના સમાચાર સામે આવતા જ રેસ્ક્યૂ ટીમ લોકોને બચાવવા માટે તે પહાડી પર પહોંચી હતી. ગઈ કાલ સાંજથી ખરાબ હવામાન અને અંધારાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનને રોકી દીધુ હતું. જો કે આજે સવારથી એકવાર ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

રાયગઢમાં આખુ ગામ ભૂસ્ખલનની ઝપેટમાં, અત્યાર સુધીમાં 16 લોકોના મોત, હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મુંબઈ નજીક રાયગઢની એક દુર્ગમ પહાડી પર આવેલું ઈરશાલવાડી ગામ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવી ગયું હતું. આ ઘટનાના સમાચાર સામે આવતા જ રેસ્ક્યૂ ટીમ લોકોને બચાવવા માટે તે પહાડી પર પહોંચી હતી. ગઈ કાલ સાંજથી ખરાબ હવામાન અને અંધારાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનને રોકી દીધુ હતું. જો કે આજે સવારથી એકવાર ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો આજે પણ રાયગઢમાં ભારે વરસાદનું એલર્ટ છે. આવામાં રેસ્ક્યૂ ઓપરેશનમાં પરેશાની આવી શકે છે. 

રેસ્ક્યૂ ઓપરેશનમાં આવી રહી છે મુશ્કેલીઓ
ઈરશાલગઢ ગામ પર બુધવારે રાતે લગભગ 11 વાગે પહાડ તૂટીને પડ્યો અને આખુ ગામ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવી ગયું. ત્યારથી અહીં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. બુધવાર રાતથી શરૂ થયેલા રેસ્ક્યૂ ઓપરેશન આજે શુક્રવારે પણ ચાલુ છે. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક રેસ્કયૂકર્મીઓ જોડાયેલા છે. જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે વિસ્તારના કેટલાક પર્વતારોહકો પણ સામેલ છે. 

રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ બચાવકાર્મીઓનું કહેવું છે કે ઉપર હાલાત ખુબ જ ખરાબ છે. તેમણે કહ્યું કે ભૂસ્ખલનના કારણે પહાડ પર કાટમાળ વિખરાયેલો છે. તેને ક્યાં હટાવવો તે અઁગે બચાવકર્મીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ સતત થઈ રહેલા વરસાદના કારણે પણ પહાડી પર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવું મુશ્કેલ છે. 

દેશને પહેલું 'મેઈડ ઈન ઈન્ડિયા' વિમાન 2026માં મળશે! ગુજરાતના આ શહેરમાં બનશે

મહિલાઓને નગ્ન કરીને ફેરવનારા હેવાનો પર ફૂટ્યો ગુસ્સો, આરોપીનું ઘર ફૂંકી માર્યુ

પોલીસ જીપમાંથી ખેંચ્યા, કપડાં ફાડ્યા અને પછી શરીર...પીડિતાની આપવીતી જાણી ધ્રુજશો

એવું કહેવાય છે કે ઈરશાલવાડી ગામમાં લગભગ 48 પરિવાર અને 48 ઘર હતા. કાટમાળમાં કેટલા લોકો ફસાયેલા છે તેનો સટીક અંદાજો લગાવવો મુશ્કેલ છે. પંરતુ માનવામાં આવી રહ્યું છે કે લગભગ 50થી 100 જેટલા લોકો કાટમાંળમાં દટાયેલા હોઈ શકે છે. આ લેન્ડસ્લાઈડની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. 

દુર્ગમ વિસ્તાર
ઈરશાલવાડી સુધીનો રસ્તો એક ખાઈના ચઢાણથી થઈને જાય છે. આ ટોચ પર પહોચવામાં લગભગ બે થી અઢી કલાક લાગે છે. આ પરિસ્થિતિઓને જોતા પ્રશાસને નિર્ણય લીધો છે કે તમામ મૃતકોના અંતિમ સંસ્કાર ટોચ પર જ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More