Home> India
Advertisement
Prev
Next

વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, કહ્યું- તે લોકો નફરતથી ભરેલા છે.. તેને માફ કરી દો

ટી20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ તમામ ખેલાડીઓની સાથે કેપ્ટન વિરાટ કોહલી પણ ટ્રોલ્સના નિશાને આવી ગયો છે. પરંતુ હવે રાહુલ ગાંધીએ કોહલીને પોતાનું સમર્થન આપ્યું છે. 
 

વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, કહ્યું- તે લોકો નફરતથી ભરેલા છે.. તેને માફ કરી દો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પુત્રી માટે ધમકી આપનારને રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે. રાહુલે ટ્વીટ કરતા વિરાટ કોહલીને સંદેશ લખ્યો છે કે તે લોકો નફરતથી ભરેલા છે, તેને માફ કરી દો. 

ટી20 વિશ્વકપમાં ભારતીય ક્રિકેટ ટીમની સતત બે હાર બાદ ભારતીય ફેન્સ ટીમ ઈન્ડિયાને નિશાન બનાવી રહ્યાં છે. આ વચ્ચે કેટલાક અસામાજીક તત્વોએ ટીમઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના પરિવારને મારી નાખવાની ધમકી આપી છે. તો કેટલાકે સોશિયલ મીડિયા પર વિરાટની પુત્રીનો રેપ બાદ હત્યા કરવાની ધમકી પણ આપી છે. આ શરમજનક નિવેદનને લઈને અનેક લોકો વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યા છે.

આ ક્રમમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું સમર્થન કરતા ટ્વીટ કર્યુ છે. રાહુલ ગાંધીએ દુબઈમાં ચાલી રહેલા ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે હાર બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સમર્થનમાં પણ ટ્વીટ કર્યુ હતું. 

મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, 'પ્રિય વિરાટ, આ લોકો નફરતથી ભગેલા છે કારણ કે તેને કોઈ પ્રેમ આપતું નથી. તેને માફ કરી દો. ટીમની રક્ષા કરો.'

આ પહેલા વિરાટ કોહલીના પરિવારને ધમકી આપવાના મામલામાં દિલ્હી મહિલા આયોગે પગલા ભર્યા છે. મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ મોકલી વિરાટ કોહલીની પુત્રી માટે ધમકીભરી વાત કરવાના મામલામાં તત્કાલ કાર્યવાહી કરવાનું કહ્યું છે. 

આ પણ વાંચોઃ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, નવી પાર્ટી 'પંજાબ લોક કોંગ્રેસ'ની કરી જાહેરાત  

પંચના અધ્યક્ષે કહ્યુ કે, વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વિરુદ્ધ ધમકી ખુબ શરમજનક છે અને ધમકી આપનારને સજા મળવી જોઈએ. અધ્યક્ષે કહ્યુ હતું કે ટીમે આપણને અનેક વખત ગૌરવ અપાવ્યું છે, પછી આ હારમાં મૂર્ખતા કેમ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More