Home> India
Advertisement
Prev
Next

રાહુલે સોનિયા ગાંધી પાસેથી લીધી છે લોન, મુલાયમ, શત્રુઘ્ન પણ છે સંતાનોના દેવાદાર

ભાજપે હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુઘ્ન સિન્હા પુત્રી સોનાક્ષી, કિરણ ખેર પોતાનાં પુત્ર સિકંદર પાસેથી લોન લીધી છે

રાહુલે સોનિયા ગાંધી પાસેથી લીધી છે લોન, મુલાયમ, શત્રુઘ્ન પણ છે સંતાનોના દેવાદાર
Updated: May 05, 2019, 10:20 PM IST

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ની રાજકીય રણમાં ચરમપર છે. આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેતાઓમાં પરિવારનાં સભ્યો પાસેથી લોન લેવાનાં મુદ્દે સામાન્ય દેખાય છે કે જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની માં પાસેથી, સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવે પોતાનાં પુત્ર પાસેથી અને પૂર્વ ભાજપ નેતા શત્રુઘ્ન સિન્હાએ પોતાની પુત્રી પાસેથી લોન લીધી છે. 

કોંગ્રેસને નહી મળે બહુમતી, BJPને મળશે આટલી સીટો: સિબ્બલવાણી

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીનાં પોતાનાં હલફનામામાં સોનિયા ગાંધી પાસેથી પાંચ લાખ રૂપિયાની અંગત લોન લેવાનો ખુલાસો કર્યો છે. જો કે તેમના નામે અન્ય કોઇ લોન નથી. એનડીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનાં નામ પર કોઇ જ લોન હોવાનો ખુલાસો નથી કર્યો. 

વડાપ્રધાન મોદી નશાની હાલતમાં ભાષણો કરી રહ્યા છે: સંજયસિંહનું વિવાદિત નિવેદન

નેહરૂ,રાજીવ બાદ હવે મોદીના નિશાન પર મનમોહન, નાઇટ વોચમેનને બનાવ્યા PM
મુલાયમ સિંહ પર 2.13 કરોડ રૂપિયાનું દેવું
ઉત્તરપ્રદેશનાં મૈનપુરીથી લોકસભા ચૂંટણી લડી રહેલા મુલાયમ સિંહ યાદવે પોતાનાં પુત્ર અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાસેથી 2.13 કરોડ રૂપિયાની લોન લીધી હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે પોતાનાં પરિવારનાં અન્ય સભ્યોને આપેલી લોનનો અહેવાલ આપ્યો છે. જેમાં બીજી પત્ની સાધના યાદવને 6.75 લાખ રૂપિયા, પુત્ર પ્રતિકને 43.7 લાખ રૂપિયા અને એક અન્ય પરિવારજનો મૃદુલા યાદવને 9.8 લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. 

BJPના ખિચડી સરકારના કટાક્ષ અંગે થરૂરે કહ્યું બિમાર માટે ખિચડી અમૃત

શત્રુઘ્ન સિન્હા અને તેમની પત્ની પુનમે સોનાક્ષી પાસેથી લીધેલી લોન છે
ભાજપે હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા- નેતા શત્રુઘ્ન સિન્હાએ પટના સાહિબ લોકસભા સીટથી પોતાનું ઉમેદવારીમાં અભિનેત્રી પુત્રી સોનાક્ષી સિન્હાથી આશરે 10.6 કરોડ રૂપિયાની લોન લેવાની મહિતી આપી છે. બીજી તરફ સિન્હાએ પોતાનાં પુત્ર લવ સિન્હાને 10 લાખ રૂપિયા અને પત્ની પુનમ સિન્હાને આશરે 80 લાખ રૂપિયા લોનની વાત કરી છે. લખનઉથી સપા ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા  પુનમ સિન્હા પણ પોતાની પુત્રી સોનાક્ષીની 16 કરોડ રૂપિયાથી વધારેનાં દેવાદાર છે. ચંડીગઢથી ભાજપના ઉમેદવાર કિરણ ખેરે પોતાનાં પુત્ર સિકંદર ખેર પાસેથી 25 લાખ રૂપિયાની લોન લીધેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે