Home> India
Advertisement
Prev
Next

Rahul Gandhi એ મુસ્લિમ લીગને ગણાવી સંપૂર્ણ 'ધર્મનિરપેક્ષ' પાર્ટી, જાણો શું કહ્યું? 

Rahul Gandhi's Statement: રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના પ્રેસ ક્લબમાં જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તમારું કેરળમાં ઈન્ડિયન મુસ્લિમ લીગ સાથે ગઠબંધન છે. તો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મુસ્લિમ લીગ સંપૂર્ણ રીતે ધર્મનિરપેક્ષ (સેક્યુલર) પાર્ટી છે. મુસ્લિમ લીગ વિશે કઈ પણ બિન ધર્મનિરપેક્ષ નથી.

Rahul Gandhi એ મુસ્લિમ લીગને ગણાવી સંપૂર્ણ 'ધર્મનિરપેક્ષ' પાર્ટી, જાણો શું કહ્યું? 

Rahul Gandhi's Statement: રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના પ્રેસ ક્લબમાં જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તમારું કેરળમાં ઈન્ડિયન મુસ્લિમ લીગ સાથે ગઠબંધન છે. તો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મુસ્લિમ લીગ સંપૂર્ણ રીતે ધર્મનિરપેક્ષ (સેક્યુલર) પાર્ટી છે. મુસ્લિમ લીગ વિશે કઈ પણ બિન ધર્મનિરપેક્ષ નથી. અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં પ્રેસ ફ્રીડમ નબળી પડી રહી છે જે કોઈથી છૂપાયેલી નથી અને આ વાત બધા જાણે છે. મને લાગે છે કે ડેમોક્રેસી માટે પ્રેસ ફ્રીડમ જરૂરી છે અને ટીકાઓ સાંભળવી પણ જોઈએ. 

વિદેશની ધરતી પર શું બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર પ્રેસ ફ્રીડમ નથી. આ બધે થઈ રહ્યું છે. સંસ્થાકીય માળખા ઉપર પણ શિકંજો કસવામાં આવી રહ્યો છે. તમારે આ પ્રશ્ન પીએમ નરેન્દ્ર મોદીને કરવો જોઈએ. તમે એ કેવી રીતે કરશો એ મને ખબર નથી પરંતુ તમારે પૂછવું જોઈએ. ભારત પાસે ખુબ મજબૂત વ્યવસ્થાઓ છે જે પહેલેથી અસ્તિત્વમાં છે,તે વ્યવસ્થા નબળી થઈ ચૂકી છે. 

ડેમોક્રેટિક સિસ્ટમ પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ કહ્યું કે જો ડેમોક્રેટિક સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવે તો આ મુદ્દો આપોઆપ ઉકેલાઈ જશે. તમારી પાસે સંસ્થાનું એક સ્વતંત્ર ગ્રુપ હોવું જોઈએ જે પ્રેશર અને કંટ્રોલમાં ન હોય. કોંગ્રેસ પાર્ટી એ સંસ્થા છે જેણે સંસ્થાઓની અવધારણા કરી. અમે તેને અમારી સંસ્થા તરીકે નથી જોતા અમે તેને રાજ્યની સંસ્થા તરીકે જોઈએ છીએ. અમે સુનિશ્ચિત કર્યું કે આ સંસ્થાઓમાં ફ્રીડમ અને તટસ્થતા રહે. 

રાહુલ ગાંધીએ ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો
આ પહેલા અમેરિકામાં એક સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે કઈક હદ સુધી નફરત પેદા કરવાની, સમાજનું ધ્રુવીકરણ (Polarization) કરવાનો પ્રયત્ન કર્યો અને તેઓ સમાવેશી (Inclusive) નથી. ભાજપની ટીકા કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેઓ બધાને બાંધે છે અને સોસાયટીને વહેંચે છે અને આ ભારતને નુકસાન પહોંચાડે છે. રાહુલે એમ પણ કહ્યું કે ભારતમાં ખુલ્લાપણની વાતચીતની પરંપરા રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More