Home> India
Advertisement
Prev
Next

PM મોદીની લોકપ્રિયતાથી રાહુલ હેરાન, સોશિયલ મીડિયા પર પોતાના ફ્લોપ શોથી પરેશાન

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ-આરએસએસએ સમજી વિચારીને ભારતમાં ફેસબુક (Facebook) અને વોટ્સઅપ (Whatsapp) પર કંટ્રોલ કરી લીધો છે.

PM મોદીની લોકપ્રિયતાથી રાહુલ હેરાન, સોશિયલ મીડિયા પર પોતાના ફ્લોપ શોથી પરેશાન

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એક વિદેશી સમાચારપત્રનો હવાલો આપતાં ભાજપ-આરએસએસ (BJP-RSS) પર સોશિયલ મીડિયા પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ-આરએસએસએ સમજી વિચારીને ભારતમાં ફેસબુક (Facebook) અને વોટ્સઅપ (Whatsapp) પર કંટ્રોલ કરી લીધો છે.

રાહુલ ગાંધીના આ આરોપ પર પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પોતાની જ પાર્ટીના લોકોને પ્રભાવિત ન કરી શકાનાર હારેલા લોકો એ વાતનો હવાલો આપી રહ્યા છે કે આખી દુનિયા ભાજપન અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે. પ્રશ્ન ઉદભવે છે કે શોશિયલ મીડિયા પર 'ફ્લોપ શો'થી શું રાહુલ ગાંધી પરેશાન છે? રાહુલ ગાંધીને દેશ કરતાં વિદેશ પર વિશ્વાસ કેમ? સોશિયલ મીડિયા પર 'દુષ્પ્રચાર'ના સોદાગર કોણ? પીએમ મોદીની લોકપ્રિયતાથી શું રાહુલ ગાંધી હેરાન-પરેશાન છે?

તમને જણાવી દઇએ કે ગત કેટલાક મહિનાથી રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા ભાજપ અને મોદી સરકાર પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. તે લદ્દાખમાં ચીનના અતિક્રમણ, કોરોના સંક્ર્મણ, મજૂરોના પલાયન અને બેરોજગારી સહિત વિભિન્ન મુદ્દાઓ પર મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરી ચૂક્યા છે. હવે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાજેતરમાં આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયાને કંટ્રોલમાં કરી લીધું છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા અજય માકને આ મામલે જેપીસી તપાસની માંગ કરી છે. રાહુલ ગાંધીના આ આરોપો બાદ સવાલ થાય છે કે 'નફરતનો વાયરસ' કોણ ફેલાવી રહ્યું છે?

તમને જણાવી દઇએ કે સમાચારપત્ર 'વોલ સ્ટ્રીટ જર્નલ'માં છપાયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની હેટ સ્પીચ અને આપત્તિજનક સામગ્રીને લઇને ફેસબુક સાવધાની વર્તી રહ્યું છે. લેખમાં ફેસબુકના એક અધિકારીનો હવાલો આપતાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભાજપ કાર્યકર્તાને દંદિત કરવાથી ભારતમાં કંપનીના કારોબાર પર અસર પડશે.  લેખમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફેસબુકે ભાજપને લઇને મોટાપાયે અયોગ્ય કાર્યોને મહત્વ આપ્યું છે.

રાહુલ ગાંધીએના ટ્વિટ પર પલટવાર કરતાં કન્દ્રીય ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પોતાની જ પાર્ટીના લોકોને પ્રભાવિત નહી કર શકનાર લોકો એ વાતનો હવાલો આપી રહ્યા છે કે આખી દુનિયા ભાજપ અને આરએસએસ નિયંત્રિત છે. ચૂંટણી પહેલાં ડેટાને હથિયાર બનાવવા માટે તમારે કેંબ્રિજ એનાલિટિકા અને ફેસબુકની સાથે ગઠબંધન કરતાં રંગેહાથ પકડાઇ ગયા હતા અને હવે અમને પ્રશ્ન કરી રહ્યા છો?
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More