Home> India
Advertisement
Prev
Next

Qatar Airways Flight Emergency Landing: દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટમાં ખામી સર્જાઈ, કરાચીમાં કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

કતાર એરવેઝની QR579 ફ્લાઈટ દિલ્હીથી દોહા જઈ રહી હતી. ઉડાણ દરમિયાન તેમાં કઈક ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી ડાઈવર્ટ કરાઈ.

Qatar Airways Flight Emergency Landing: દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટમાં ખામી સર્જાઈ, કરાચીમાં કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી: કતાર એરવેઝની QR579 ફ્લાઈટ દિલ્હીથી દોહા જઈ રહી હતી. ઉડાણ દરમિયાન તેમાં કઈક ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી ડાઈવર્ટ કરાઈ. કરાચી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ થઈ છે. વિમાનમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. 

કેમ કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ?
કતાર એરવેઝે જાણકારી આપી છે કે 21 માર્ચના રોજ દિલ્હીથી દોહા માટે ફ્લાઈટ QR579ને કરાચી તરફ વાળવામાં આવી. કારણ કે કાર્ગો હોલ્ડમાં ધૂમાડાના સંકેત મળ્યા હતા જેથી ઈમરજન્સી જાહેર કરવામાં આવી. વિમાન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. જ્યાં તેને ઈમરજન્સી સેવાઓ મળી અને મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી લેવાયા છે. 

મુસાફરોને બીજી ફ્લાઈટથી દોહા લઈ જવાશે
આ ઘટનાની હાલ તપાસ ચાલુ છે અને મુસાફરોને દોહા લઈ જવા માટે એક અન્ય ઉડાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કતાર એરવેઝ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે અમારા મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગીએ છીએ. જેમના આગળના ટ્રાવેલ પ્લાનમાં મદદ કરવામાં આવશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More