Home> India
Advertisement
Prev
Next

પુષ્કર સિંહ ધામી બનશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ ફરી પુષ્કર સિંહ ધામીને રાજ્યની કમાન સોંપવાનો નિર્ણય લીધો છે. 
 

પુષ્કર સિંહ ધામી બનશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ચૂંટણી પરિણામ બાદ ભાજપની નવી સરકારને લઈને મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર ભાજપ નેતાઓની બેઠક બાદ સોમવારની સાંજે ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામીને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. કેરટેકર સીએમ પુષ્કર સિંહ ધામી બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે. ખટીમાથી ચૂંટણી હારવા છતાં પુષ્કર સિંહ ધામી ફરી ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. 

દેહરાદૂનમાં આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી પર્યવેક્ષક તરીકે હાજર રહ્યા હતા. ધારાસભ્ય દળની બેઠકમાં ફરી પુષ્કર સિંહ ધામી પર પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધામીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા બાદ રાજનાથ સિંહે કહ્યુ કે, હું પુષ્કર સિંહ ધામીને શુભેચ્છા આપુ છું. મને વિશ્વાસ છે કે ઉત્તરાખંડ તેમના નેતૃત્વમાં પ્રગતિ કરશે. ધામી સરકાર ચલાવી ચુક્યા છે. તેમની પાસે સરકાર ચલાવવાનો અનુભવ છે. તેમણે છ મહિનાના કાર્યકાળમાં પોતાની છાપ છોડી છે. 

આ પહેલાં સોમવારે સવારે રાજ્યપાલ ગુરમીત સિંહે પ્રોટેમ સ્પીકર બંશીધર ભગતને રાજભવનમાં પદ તથા ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. ત્યારબાદ ઉત્તરાખંડની પાંચમી વિધાનસભા માટે ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભામાં પદ તથા ગોપનીયતાના શપત અપાવવામાં આવ્યા હતા. 

વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્યારબાદ 10 માર્ચે મતગણતરીમાં ભાજપે 47 સીટો જીતી બહુમત હાસિલ કર્યો હતો. જ્યારે કોંગ્રેસને 19 અને અપક્ષ તથા બસપાને બે-બે સીટો મળી હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More