Home> India
Advertisement
Prev
Next

શહીદોના પરિવારમાં માતમ, છતાં પિતાએ કહ્યું-'એક પુત્ર ખોયો, બીજો પણ માં ભારતીના ચરણોમાં અર્પિશું'

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થઈ ગયાં. પુત્રોની શહાદતના સમાચાર જાણતા જ શહીદોના પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. પરિવારોના રડી રડીને હાલ હવાલ છે. બિહારના ભાગલપુરના રતન ઠાકુર પણ આ હુમલામાં શહીદ થયાં. પુત્રની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. 

શહીદોના પરિવારમાં માતમ, છતાં પિતાએ કહ્યું-'એક પુત્ર ખોયો, બીજો પણ માં ભારતીના ચરણોમાં અર્પિશું'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થઈ ગયાં. પુત્રોની શહાદતના સમાચાર જાણતા જ શહીદોના પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. પરિવારોના રડી રડીને હાલ હવાલ છે. બિહારના ભાગલપુરના રતન ઠાકુર પણ આ હુમલામાં શહીદ થયાં. પુત્રની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. 

પુત્રની શહાદતના સમાચારથી રતન ઠાકુરના પિતાની આંખોમાંથી આંસુ ડબડબ કરીને પડવા લાગ્યાં. તેમનું કહેવું છે કે અમે ભારતમાતાની સેવામાં અમારો એક પુત્ર ખોયો છે. હું મારા બીજા પુત્રને પણ દેશની રક્ષા માટે મોકલીશ. હું મા ભારતીના ચરણોમાં મારા બીજા પુત્રને પણ સમર્પિત  કરવા માટે તૈયાર છું. પરંતુ આ નાપાક હરકત માટે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ મળવો જોઈએ. 

આ બાજુ પુલવામા હુમલામાં ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં રહેતા સીઆરપીએફના જવાન પંકજ ત્રિપાઠી પણ શહીદ થયા છે. પુત્રની શહાદતના અહેવાલ મળતા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પરિવારજનોના રડી રડીને હાલ ખરાબ છે. સાંત્વના આપવા લોકો પહોંચી રહ્યાં છે. આ સાથે જ વારાણસીના રમેશ યાદવ પણ આ આતંકી હુમલામાં શહીદ થયા છે. 

પુલવામા આતંકી હમલામાં પંજાબના ગુરુદાસપુર નિવાસી સીઆરપીએફના જવાન મનિન્દ્ર સિંહ પણ શહીદ થયા છે. આ ઘટના બાદ ગામમાં શોક પ્રસરી ગયો છે. ગુરુવારે થયેલા આ હુમલામાં સીઆરપીએફના 44થી વધુ જવાનો શહીદ થઈ ગયાં. કેટલાય ઘાયલ થયા છે. જૈશના એક આત્મઘાતી હુમલાખોરે પુલવામા જિલ્લામાં સીઆરપીએફની એક બસમાં વિસ્ફોટકો લાદેલા વાહનથી ટક્કર મારી દીધી. જેનાથી થયેલા વિસ્ફોટમાં જવાનો શહીદ થયા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More