Home> India
Advertisement
Prev
Next

Googleમાં 2018માં સૌથી વધુ સર્ચ થનારી પર્સનાલિટી કોણ, નામ જાણીને ચોંકી જશો

Googleમાં દરરોજ લોકો હજારો વસ્તુઓ સર્ચ કરતા હોય છે અને ગૂગલ દ્વારા તેની નોંધ લેવાતી હોય છે, મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયાર કે જેણે ફિલ્મ 'ઓરુ અદાર લવ' ફિલ્મના એક ગીત 'મનિક્ય મલારયા પૂવી...'માં આંખની સાથે હાથ વડે ગોળી મારવાનો જે ઈશારો કર્યો હતો તેના દ્વારા તે ગૂગલમાં વર્ષ 2018ની સૌથી વધુ સર્ચ થયેલી પર્સનાલિટી બની છે

Googleમાં 2018માં સૌથી વધુ સર્ચ થનારી પર્સનાલિટી કોણ, નામ જાણીને ચોંકી જશો

નવી દિલ્હીઃ મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયાર કે જેણે ફિલ્મ 'ઓરુ અદાર લવ' ફિલ્મના એક ગીત 'મનિક્ય મલારયા પૂવી...'માં આંખની સાથે હાથ વડે ગોળી મારવાનો જે ઈશારો કર્યો હતો તેના દ્વારા તે ગૂગલમાં વર્ષ 2018ની સૌથી વધુ સર્ચ થયેલી પર્સનાલિટી બની છે. બુધવારે ગૂગલ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરાઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, પ્રિયંકા ચોપડાનો પતિ નિક જોનાસ પણ પ્રિયા પ્રકાશને ફોલો કરે છે. ગૂગલ સર્ચ એન્જિનમાં પ્રિયંકા ચોપડા ચૌથી સૌથી વધુ સર્ચ થનારી પર્સનાલિટી બની છે. 

બીજા ક્રમે સર્ચ થનારી પર્સનાલિટીનું નામ કદાચ તમને ચોંકાવી દેશે. સપના ચૌધરી એક ડાન્સ પરફોર્મર છે અને હરિયાણવી આલ્બમના ગીતોમાં તેના નૃત્ય વડે તે લોકોને ડોલાવે છે. સૌથી વધુ સર્ચ થનારી પર્સનાલિટીમાં પાંચમા ક્રમે સોનમ કપુરનો પતિ આનંદ આહુજા છે. 

fallbacks

ગૂગલ ઈન્ડિયા દ્વારા ભારતમાં સર્ચ થયેલી પર્સનાલિટી આંગેનો જે રિપોર્ટ બહાર પડાયો છે તેમાં શાહી લગ્નસમારોહમાં નૃત્ય પરફોર્મન્સ માટે આવતી વિદેશી ગાયિકોઓનો પણ સમાવેશ થયો છે. આ સાથે જ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના પુત્રની પત્ની ડચેસ ઓફ સસેક્સ મેઘન માર્કલે પણ ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. 

'How To...' શબ્દ દ્વારા સર્ચ કરવામાં આવેલી વસ્તુઓમાં - હાઉ ટૂ સેન્ડ સ્ટીકર્સ ઓન વોટ્સએપ, હાઉ ટૂ લીંક આધાર વીથ મોબાઈલ નંબર, હાઉ ટૂ મેક રંગોલી, હાઉ ટૂ પોર્ટ મોબાઈલ નંબર અને હાઉ ટૂ ઈન્વેસ્ટ ઈન બીટકોઈન રહ્યા છે. 

'What is...' શબ્દ લખીને સર્ચ કરવામાં આવેલી બાબતોમાં - વોટ ઈઝ સેક્શન 377, વોટ ઈઝ હેપનિંગ ઈન સિરિયા, વોટ ઈઝ કિકી ચેલેન્જ, વોટ ઈઝ મી ટૂ કેમ્પેઈન, વોટ ઈઝ બોલ ટેમ્પરિંગ રહ્યા છે. 

આ વર્ષે સ્પોર્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટ સેક્શને ટોપ ટ્રેન્ડિંગ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગૂગલ ઉપર સૌથી વધુ FIFA World Cup 2018 અને ત્યાર બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) વિશે સર્ચ કરાયું હતું. આ સાથે જ ક્રિકેટને પછાડીને ફૂટબોલે સૌથી વધુ સર્ચ થવામાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. ભારતમાં આઈપીએલની ક્રિકેટ સિઝન દરમિયાન પણ લોકો ફૂટબોલ વિશે વધુ સર્ચ કરતા જોવા મળ્યા હતા. 

કર્ણાટકા ચૂંટણી દરમિયાન કર્ણાટક રાજ્ય ચૂંટણી વિશે સૌથી વધુ શોધ કરવામાં આવી હતી અને તે ટોપ ટ્રેન્ડિંગ શ્રેણીમાં ટોચે રહ્યું હતું. એન્ટરટેઈનમેન્ટના ક્ષેત્રમાં બિગ બોસે સર્ચ થવામાં બાજી મારી છે. 

fallbacks

સૌને ચોંકાવનારી બાબત એ છે કે રજનીકાંત અને અક્ષયકુમારની બ્લોકબ્લસ્ટર ફિલ્મ '2.O' વિશે પણ લોકોએ ગૂગલ પર સર્ચ કર્યું છે. સિનેમાના ક્ષેત્રમાં 'Robot 2.O' પછી  'બાગી-2' અને 'રેસ-3' વિશે સૌથી સર્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હોલિવૂડની માર્વેલ સ્ટૂડિયોની ફિલ્મો 'Avengers: Infinity War', 'Black Panther' અને  'Deadpool 2' વિસે સૌથી વધુ સર્ચ કરાયું હતું. 

ગીતોની વાત કરીએ તો નેહા ખખ્ખરનું ગીત 'દિલબર દિલબર' ગૂગલમાં સૌથી વધુ સર્ચ થનારું ગીત બન્યું હતું. આ ઉપરાંત અરિજિત સિંઘનું 'તેરા ફિતુર' અને આતિફ અસલમનું 'દેખતે દેખતે' પણ બોલિવૂડના સૌથી વધુ સર્ચ થનારા ગીતોમાં ટોપ ઉપર છે. આ વખતે ભારતમાં ઈંગ્લિશ ગીતની પણ સર્ચ થવામાં એન્ટ્રી થઈ છે અને તે છે લેટિન હીટ ગીત 'Despacito'. 

fallbacks

તેની સાથે જ આ વર્ષે અનેક સેલિબ્રિટીઝનાં પણ લગ્ન થયા છે અને વેબ સર્ચમાં સેલિબ્રિટીઝના મેરેજ ટોપ પર રહ્યાં છે. વેડિંગ સર્ચમાં ટોચ ઉપર પ્રિયંકા ચોપડા-નિક જોનસ, દિપીકા પાદુકોણ-રણવીર સિંઘ અને સોમન કપૂર-આનંદ આહુજાનાં રહ્યા હતા. 

સમાચાર બાબતે સૌથી વધુ સર્ચ થયેલી બાબતમાં તાજેતરમાં જ ગુજરાતમાં લોકાર્પિત કરાયેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'Statue Of Unity' વિશે કરાયું હતું. આ ઉપરાંત સેક્શન 377, કેન્દ્રીય બજેટ, બિટકોઈન અને નિપાહ વાયરસ વિશે વિગતો જાણવા લોકોએ ગૂગલની મદદ લીધી હતી.  

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More