Home> India
Advertisement
Prev
Next

નવા વર્ષથી લોકોને લાગશે મોટો આંચકો, પ્રાઇવેટ હોસ્પિટલોએ લીધો આ મોટો નિર્ણય

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક આંચકો લાગવા જઈ રહ્યો છે. કોરોનાના સમયગાળામાં જંગી નફો કરતી ખાનગી હોસ્પિટલો હવે મોંઘવારીના નામે દર્દીઓની સારવાર અને હેલ્થ પેકેજના ભાવમાં વધારો કરવા જઈ રહી છે.

નવા વર્ષથી લોકોને લાગશે મોટો આંચકો, પ્રાઇવેટ હોસ્પિટલોએ લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક આંચકો લાગવા જઈ રહ્યો છે. કોરોનાના સમયગાળામાં જંગી નફો કરતી ખાનગી હોસ્પિટલો હવે મોંઘવારીના નામે દર્દીઓની સારવાર અને હેલ્થ પેકેજના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. ખાનગી હોસ્પિટલોના આ નિર્ણયથી તમને મળનાર હેલ્થ પ્રીમિયમ (Health Insurance) પણ મોંઘુ થઈ જશે. જેના કારણે તમારા ઘરનું બજેટ ચોક્કસ બગડશે.

10% સુધી મોંઘા થઈ શકે છે ચાર્જીસ
મળતી માહિતી મુજબ, ખાનગી હોસ્પિટલો (Private Hospital) દર્દીઓની સારવાર અને હેલ્થ પેકેજમાં લગભગ 10%નો વધારો કરવા જઈ રહી છે. એવામાં, જ્યારે વીમા કંપનીઓ (Health Insurance) ખાનગી હોસ્પિટલો સાથેના તેમના કરારને રિન્યુ કરશે, ત્યારે તેઓએ વધુ ચૂકવણી કરવી પડશે. તેના લીધે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ પણ પોતાનો મેડિકલ ઈન્સ્યોરન્સ મોંઘો કરવાની જાહેરાત કરી શકે છે. જેના કારણે દર મહિને કપાતા ગ્રુપ હેલ્થ પ્રીમિયમના દરમાં વધારો થશે.

PM મોદીએ ફરી દુનિયામાં વગાડ્યો ડંકો, અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિને આપી માત

વ્યક્તિગત હેલ્થ પોલિસી માટે IRDAI ની મંજૂરી જરૂરી
જોકે, વ્યક્તિગત હેલ્થ પોલિસીના પ્રીમિયમમાં વધારો કરવા માટે IRDAI ની મંજૂરી જરૂરી છે. પરંતુ કોરોનાના ક્લેમ કેસમાં થયેલા વધારાની આડમાં હેલ્થ કંપનીઓ વ્યક્તિગત હેલ્થ પોલિસી (Health Insurance) માં પ્રીમિયમ વધારવાની માંગ કરી રહી છે. જો IRDAI આ માંગણીઓને સ્વીકારે છે, તો લોકો માટે વ્યક્તિગત હેલ્થ પોલિસી (Health Insurance) લેવી વધુ મોંઘી થઈ જશે.

શું ઈન્સ્યોરન્સ પણ મોંઘો થશે?
- 2022 માં, ખાનગી હોસ્પિટલો પેકેજ દરોમાં 10% સુધી વધારો કરવાની તૈયારી કરી રહી છે.
- હોસ્પિટલના ચાર્જમાં વધારો થવાથી ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ પર વધુ અસર પડશે.
- હોસ્પિટલો સાથેના કરાર રિન્યૂ થતાંની સાથે જ વીમા કંપનીઓ ગ્રુપ હેલ્થ પ્રીમિયમ વધારશે.
- IRDAI ની મંજૂરી પછી જ વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં સંભવિત વધારો થશે.
- કોરોનાના ક્લેમની આડમાં મોટાભાગની કંપનીઓએ IRDAI પાસેથી હેલ્થ પોલિસી પ્રીમિયમમાં વધારો કરવાની માંગ કરી હતી.
- વીમા કંપનીઓ પાસે કોરોના સાથે સંકળાયેલા 25 હજાર કરોડ રૂપિયાના ક્લેમ આવ્યા.
- કેટલીક કંપનીઓએ હેલ્થ પ્રીમિયમ વધાર્યું છે તો કેટલીક તેને વધારવાની તૈયારીમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More