Home> India
Advertisement
Prev
Next

CM અને PM તરીકે નરેન્દ્ર મોદીના 20 વર્ષ, શુભેચ્છાઓ પર બોલ્યા પીએમ- જનતાએ જે જવાબદારી સોંપી, તેને નિભાવવા માટે સમર્પિત

પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને બાદમાં ભારતના પ્રધાનમંત્રી તરીકે બુધવારે તેમના માટે સતત 19 વર્ષો સુધી સરકારની આગેવાની કરવાનો દિવસ રહ્યો. પીએમ અને સીએમ તરીકે તેમનું 20મુ વર્ષ શરૂ થઈ ગયું છે. આ તકે તેમને અનેક જગ્યાએથી શુભકામનાઓ મળી છે. 

CM અને PM તરીકે નરેન્દ્ર મોદીના 20 વર્ષ, શુભેચ્છાઓ પર બોલ્યા પીએમ- જનતાએ જે જવાબદારી સોંપી, તેને નિભાવવા માટે સમર્પિત

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના રાજકીય સફરમાં બુધવારનો દિવસ ખુબ મહત્વનો રહ્યો છે. પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને બાદમાં ભારતના પ્રધાનમંત્રી તરીકે બુધવારે તેમના માટે સતત 19 વર્ષો સુધી સરકારની આગેવાની કરવાનો દિવસ રહ્યો. પીએમ અને સીએમ તરીકે તેમનું 20મુ વર્ષ શરૂ થઈ ગયું છે. આ તકે તેમને અનેક જગ્યાએથી શુભકામનાઓ મળી છે. તેના પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે, તેઓ દેશવાસીઓને એકવાર ફરી વિશ્વાસ અપાવે છે કે દેશહિત અને ગરીબોનું કલ્યાણ તેમના માટે સૌથી ઉપર છે અને હંમેશા સૌથી ઉપર રહેશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બાદ એક ટ્વીટ કરીને કહ્યુ કે, આટલા લાંબા સમય સુધી દેશના લોકોએ તેમને જે જવાબદારીઓ સોંપી છે, તેને નિભાવવા માટે સમર્પિત થઈને પ્રયાસ કર્યો છે. 

પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'બાળપણમાં મારા મનમાં એક વાત મનમાં એક વાત આપી કે જનતા-જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે અને લોકતંત્રમાં ઈશ્વરની જેમ શક્તિમાન હોય છે. આટલા લાંબા કાલખંડ સુધી દેશવાસીઓએ મને જે જવાબદારી સોંપી છે, તેને નિભાવવા માટે મેં સંપૂર્ણ પ્રમાણિક અને સમર્પિત પ્રયાસ કર્યો છે.'

તેમણે બીજા ટ્વીટમાં શુભકામનાઓ માટે આભાર વ્યક્ત કરતા લખ્યુ, 'આજે જે રીતે દેશના ખુણે-ખુણેથી તમે  બધાએ આશીર્વાદ અને પ્રેમ વરસાવ્યો છે, તેનો આભાર વ્યક્ત કરવા માટે આજે મારા શબ્દોની શક્તિ ઓછી પડી રહી છે. દેશ સેવા, ગરીબોના કલ્યાણ અને ભારતને નવી ઉંચાઈઓ પર લઈ જવુ આપણા બધાનો સંકલ્પ છે, તેનો તમારા આશીર્વાદ અને તમારો પ્રેમ વધુ મજબૂત કરશે.'

પીએમ મોટીએ વધુ એક ટ્વીટમાં લખ્યુ, 'કોઈ વ્યક્તિ ક્યારેય તે દાવો ન કહી શકે કે મારામાં કોઈ કમી નથી. આટલા મહત્વપૂર્ણ અને જવાબદારી ભર્યા પદો પર એક લાંબો કાલખંડ... એક મનુષ્ય હોવાના નામે મારાથી પણ ભૂલ થઈ શકે છે. આ મારૂ સૌભાગ્ય છે કે મારી આ સરહદો અને મર્યાદાઓ છતાં તમારા પ્રેમમાં ઉત્તરોતર વધારો થયો છે.'

પ્રધાનમંત્રીએ લખ્યું કે, તે ખુદને જનતાના આશીર્વાદ અને પ્રેમને લાયક બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહેશે. તેમણે લખ્યુ, હું ખુદને, તમારા આશીર્વાદને યોગ્ય, તમારા પ્રેમને યોગ્ય બનાવવા માટે સતત પ્રયાસ કરતો રહીશ. દેશવાસીઓ એકવાર ફરીથી વિશ્વાસ અપાવુ છું કે દેશહિત અને ગરીબોનું કલ્યાણ, આ મારા માટે સર્વોપરિ છે અને હંમેશા સર્વોપરિ રહેશે.

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારથી તેઓ અજેય છે. 2014મા તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા અને 2019ની લોકસભાની ચૂંટણીમાં વધુ મજબૂતીની સાથે બીજીવાર કેન્દ્રની સત્તામાં આવ્યા. 

હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More