Home> India
Advertisement
Prev
Next

શિક્ષક દિવસ પર PM મોદીએ ડૉ. એસ રાધાકૃષ્ણનને કર્યા યાદ, ટીચર્સ માટે કહી આ વાત

આજે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ શ્રદ્ધાંજલિ આપી છે. 
 

 શિક્ષક દિવસ પર PM મોદીએ ડૉ. એસ રાધાકૃષ્ણનને કર્યા યાદ, ટીચર્સ માટે કહી આ વાત

નવી દિલ્હીઃ આજે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ (Teacher's Day) ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશના નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ શ્રદ્ધાંજલિ આપી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યુ, 'મનને આકાર આપનાર અને આપણા રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે અમે મહેનતી શિક્ષકોના આભારી છીએ. શિક્ષક દિવસ પર અમે આપણા શિક્ષકોના ઉલ્લેખનીય પ્રયારો માટે આભાર વ્યક્ત કરીએ છીએ. ડો. એસ. રાધાકૃષ્ણનને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.'

પીએમ મોદીએ બીજા ટ્વીટમાં લખ્યુ, 'આપણા રાષ્ટ્રના ગૌરવશાળી ઈતિહાસ સાથે આપણું જોડાણ ગાઢ કરવા માટે આપણા જાણકાર શિક્ષકોથી વધારો સારૂ કોણ છે. હાલમાં મનની વાત કાર્યક્રમ દરમિયાન મેં શિક્ષકોની સાથે આપણા મહાન સ્વતંત્રતા સંઘર્ષના ઓછા જાણીતા પાસાઓ વિશે વિદ્યાર્થીઓને અભાવવાનો વિચાર શેર કર્યો હતો.'

મહત્વનું છે કે, આજે શિક્ષક દિવસ  (Teacher's Day) છે. ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન વર્ષ 1962મા દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. 
એકવાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના મિત્રો 5 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ધૂમધામથી મનાવવા ઈચ્છતા હતા. જ્યારે ડો. રાધાકૃષ્ણનને આ જાણકારી મળી તો તેમણે આમ કરતા રોક્યા અને કહ્યું કે, મારો જન્મદિવસ ન ઉજવો પરંતુ શિક્ષકોનું સન્માન કરો. ત્યારથી 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઈ હતી. 

દેશમાં કોરોનાના 86432 નવા કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર, છેલ્લા 13 દિવસમાં 10 લાખ કેસ  

લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More