Home> India
Advertisement
Prev
Next

Delhi: AIIMS હોસ્પિટલમાં થઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી થઈ છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર આપી છે. 
 

Delhi: AIIMS હોસ્પિટલમાં થઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી થઈ છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર આપી છે. તેમણે કહ્યું કે, હું સફળ ઓપરેશન માટે ડોક્ટરોની ટીમને શુભેચ્છા આપુ છું. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યના હાલચાલ જાણવા માટે એમ્સના ડાયરેક્ટર સાથે વાત કરી છે. આ સાથે રક્ષા મંત્રીએ કહ્યુ કે, હું તેમના જલદી સાજા થવાની કામના કરુ છું. 

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં સામે આવ્યુ કે, તેમની બાયપાસ  સર્જરી કરાવવી પડશે. ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખી રહી છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સારવાર કરાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ પીએમ મોદી અને અમિત શાહે તેમના હાલચાલ જાણ્યા હતા. પીએમઓ તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગના પુત્ર સાથે વાતચીત કરી હતી અને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રપતિના જલદી સાજા થવાની કામના કરી છે. તો અમિત શાહે કહ્યુ હતુ કે, તેમણે રાષ્ટ્રપતિના પરિવાર સાથે વાત કરી સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More