Home> India
Advertisement
Prev
Next

બાથરૂમના શાવરમાં લગાવ્યો હતો સ્પાઇ કેમેરા, છોકરીઓના વીડિયો બનાવતો હતો હોસ્ટેલ સંચાલક

પોલીસે સ્પાઇ કેમેરાની સાથે જ કોમ્યુટર અને તેની હાર્ડડિસ્કને પણ પોતાના કબજામાં લઇ લીધો છે. પોલીસનું કહેવું છે કે બાથરૂમના શાવરમાં કેમેરા એ પ્રકારે લગાવ્યા હતા કે તે સરળતાથી જોઇ શકતા નથી. તેનું વાયરીંગ પણ પાઇપની અંદરથી કરવામાં આવ્યું હતું. 

બાથરૂમના શાવરમાં લગાવ્યો હતો સ્પાઇ કેમેરા, છોકરીઓના વીડિયો બનાવતો હતો હોસ્ટેલ સંચાલક

પ્રયાગરાજ: સંગમ નગરી પ્રયાગરાજમાં એક ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં સ્પાઇ કેમેરા લગાવીને છોકરીઓના વીડિયો બનાવવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. છોકરીઓની ફરિયાદના આધારે પોલીસે ના ફક્ત સ્પાઇ કેમેરા જપ્ત કરી ચોંકાવનારો ખુલાસો કર્યો છે, પરંતુ હોસ્ટેલ સંચાલકની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે પકડાયેલા વ્યક્તિના કોમ્યુટરમાંથી છોકરીઓના વીડિયો પણ પ્રાપ્ત કર્યા છે. ઓફિસરોનું કહેવું છે કે આ મામલે હોસ્ટેલ સંચાલક વિરૂદ્ધ કડડ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે બીજા લોકો તેમાં સામેલ છે કે નહી. 

આ સનસનીખેજ કેસ પ્રયાગરાજના કર્નલગંજ વિસ્તારના મેયોહાલ ચોક પાસેનો છે. અહીં રહેનાર આશીષ ખરે નામના એક વ્યક્તિએ પોતાના ઘરના ઉપરના માળને છોકરીઓને હોસ્ટેલ રૂપે આપ્યો હતો. તેમાં ઘણી છોકરીઓ રહેતી હતી. આરોપ છે કે આશીષે બાથરૂમના શાઅરમાં એક કેમેરો સંતાડ્યો હતો. આ કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજ તે પોતાના કોમ્યુટર પર સેવ કરી લેતો હતો. 

Target Killing: કાશ્મીરમાં આવતીકાલથી શરૂ થશે હિંદુઓનું પલાયન, શું ઘાટીમાં પરત ફરી રહ્યો છે 90નો દૌર?

પોલીસે સ્પાઇ કેમેરાની સાથે જ કોમ્યુટર અને તેની હાર્ડડિસ્કને પણ પોતાના કબજામાં લઇ લીધો છે. પોલીસનું કહેવું છે કે બાથરૂમના શાવરમાં કેમેરા એ પ્રકારે લગાવ્યા હતા કે તે સરળતાથી જોઇ શકતા નથી. તેનું વાયરીંગ પણ પાઇપની અંદરથી કરવામાં આવ્યું હતું. 

જામ છલકાવનારાઓ માટે ખુશખબરી, 10 મિનિટમાં તમારા 'એડ્રેસ' ડિલીવર થશે દારૂ

આ સનસનીખેજ ખુલાસાથી પ્રયાગરાજમાં હડકંપ મચી ગયો છે. આરોપી હોસ્ટેલના સંચાલક આશીષ ખરેને ત્યાં રહેનાર છોકરીઓ અંકલ કહીને બોલાવતી હતી. પરંતુ આ કલયુગી અંકલ તેમના વીડિયો રેકોર્ડ કરી તેમને સેવ કરી રહ્યો હતો. પ્રયાગરાજના કર્નલગંજ સર્કલના સીઓ પોલીસ અજીત સિંહ ચૌહાણના અનુસાર આ વીડિયો ક્લિપ્સ બાદમાં છોકરીઓને બ્લેકમેલ કરી શકતો હતો. છોકરીઓની ઇજ્જતને ખતરામાં મુકી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More