Home> India
Advertisement
Prev
Next

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પ્રણવ મુખરજીને અપાઈ અંતિમ વિદાય, PPE કિટ પહેરીને પહોંચ્યા પરિવારજનો

દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના આજે લોધી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. આ અગાઉ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 10, રાજાજી માર્ગ સ્થિત તેમના સરકારી નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યો હતો. તેઓ કોવિડ-19થી સંક્રમિત હતાં એટલે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે નહતો રાખવામાં આવ્યો. તમામે તેમની તસવીર આગળ જઈને નમન કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી. મોદી કેબિનેટ બેઠકમાં પણ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ અપાઈ. પૂર્વ રાષ્ટ્રપતિના અંતિમ દર્શન માટે દરેક પાર્ટીના નેતા પહોંચ્યા હતાં. 

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પ્રણવ મુખરજીને અપાઈ અંતિમ વિદાય, PPE કિટ પહેરીને પહોંચ્યા પરિવારજનો

નવી દિલ્હી: દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના આજે લોધી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. આ અગાઉ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 10, રાજાજી માર્ગ સ્થિત તેમના સરકારી નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યો હતો. તેઓ કોવિડ-19થી સંક્રમિત હતાં એટલે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે નહતો રાખવામાં આવ્યો. તમામે તેમની તસવીર આગળ જઈને નમન કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી. મોદી કેબિનેટ બેઠકમાં પણ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ અપાઈ. પૂર્વ રાષ્ટ્રપતિના અંતિમ દર્શન માટે દરેક પાર્ટીના નેતા પહોંચ્યા હતાં. 

અંતિમ સંસ્કારમાં કોવિડ પ્રોટોકોલનું પાલન
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના અંતિમ સંસ્કાર કોવિડ-19 પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યાં. તેમના પુત્ર અભિજીત મુખરજીએ તેમને અંતિમ વિદાય આપી. 

પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. આ દરમિયાન તેમના પુત્ર અભિજીત મુખરજી અને પરિવારના બાકી સભ્યો પીપીઈ કિટ પહેરેલા જોવા મળ્યાં. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખરજીજીએ દાયકાઓથી રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યાં. સરકારમાં હોય કે વિપક્ષમાં તેમણે બધાનો સાથ લીધો. તેમના અપાર યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. 

સંઘ પ્રમુખે કર્યા યાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પ્રણવ મુખજીને યાદ કરતા કહ્યું કે તેમના જવાથી એક ખાલીપણું આવી ગયું છે. તેઓ ઉદાર અને દયાળુ હતાં. તેઓ વાતચીત દરમિયાન એ જાહેર થવા દેતા નહતાં કે હું ભારતના રાષ્ટ્રપતિ સાથે વાત કરું છું. રાજકીય મતભેદો હોવા છતાં બધાને પોતાના બનાવવાની તેમની પ્રકૃતિ હતી. તેઓ હંમેશા યાદ રહેશે. 

સાત દિવસનો રાષ્ટ્રીય શોક
કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સન્માનમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રણવ મુખરજીના નિધન પર પશ્ચિમ બંગાળ સરકારે પણ 1 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં શોક જાહેર કર્યો છે. તમામ સરકારી ઓફિસો બંધ છે. રાજ્ય પોલીસ દિવસ સમારોહ પણ 2 સપ્ટેમ્બર માટે સ્થગિત કરાયો. 

અત્રે જણાવવાનું કે ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે દિલ્હીની આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં નિધન થયું. તેઓનું નિધન ફેફસામાં સંક્રમણના કારણે થયું. પ્રણવ મુખરજીની કિડની પણ બરાબર કામ કરતી નહતી. 

લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More