Home> India
Advertisement
Prev
Next

PMGKAY: પીએમ મોદીએ કરી અત્યંત મહત્વની જાહેરાત, 80 કરોડથી વધુ લોકોને પાંચ વર્ષ સુધી મળશે આ લાભ

PMGKAY: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ છત્તીસગઢના દુર્ગમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી જાહેરાત કરી. તેમની આ જાહેરાતોથી દેશના લગભગ 80 કરોડથી વધુ લોકોને લાભ  મળશે. 

PMGKAY: પીએમ મોદીએ કરી અત્યંત મહત્વની જાહેરાત, 80 કરોડથી વધુ લોકોને પાંચ વર્ષ સુધી મળશે આ લાભ

PMGKAY: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ છત્તીસગઢના દુર્ગમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી પાંચ વર્ષ સુધી ગરીબોને વિના મૂલ્યે રાશન મળતું રહેશે. તેમની આ જાહેરાતોથી દેશના લગભગ 80 કરોડથી વધુ લોકોને લાભ  મળશે. 

જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મે નિશ્ચિય કર્યો છે કે દેશના 80 કરોડ ગરીબોને મફત રાશન આપનારી યોજનાને  ભાજપ સરકાર હવે આગામી 5 વર્ષ માટે આગળ વધારશે. તમારો આ પ્રેમ અને આશીર્વાદ મને હંમેશા પવિત્ર નિર્ણય લેવાની તાકાત આપે છે. 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ નાગરિકોને પાંચ કિલો ઘઉં કે ચોખા મફતમાં મળે છે. તેની જાહેરાત 30 જૂન 2020ના રોજ કરવામાં આવી હતી. આ યોજનાને સમયાંતરે લંબાવવામાં આવતી રહી. સરકારે પહેલા ડિસેમ્બર 2023 સુધી તેને લંબાવી હતી. હવે પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ યોજનાને આગામી પાંચ વર્ષ માટે લાગૂ રાખવાની વાત કરી છે. 

શું છે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ijrya ce's 1.70 લાખ કરોડ રૂપિયાનું એક વ્યાપક રાહત પેકેજ છે જેથી કરીને કોરોના વાયરસ સામેની લડત લડવામાં મદદ મળી શકે. તેની જાહેરાત માર્ચ 2020માં કરવામાં આવી હતી. જેથી સૌથી ગરીબ લોકો સુધી ભોજન અને પૈસા પહોંચાડવામાં આવી શકે જેથી કરીને તેમને જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવામાં અને જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More