Home> India
Advertisement
Prev
Next

મણિપુરમાં BJPની સરકાર પર સંકટના વાદળ છવાયા, ડેપ્યુટી CM અને 3 મંત્રીના રાજીનામા 

મણિપુર(Manipur) માં ભાજપ(BJP)ના નેતૃત્વવાળી એન બીરેન સિંહની સરકાર પર સંકટના વાદળ છવાઈ રહ્યા છે. ભાજપના 3 ધારાસભ્યોએ બુધવારે પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ જોયકુમાર સિંહ અને અન્ય ત્રણ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે. એક અપક્ષ ધારાસભ્યે પણ સરકારને આપેલુ સમર્થન પાછું ખેચ્યું છે. 

મણિપુરમાં BJPની સરકાર પર સંકટના વાદળ છવાયા, ડેપ્યુટી CM અને 3 મંત્રીના રાજીનામા 

નવી દિલ્હી: મણિપુર(Manipur) માં ભાજપ(BJP)ના નેતૃત્વવાળી એન બીરેન સિંહની સરકાર પર સંકટના વાદળ છવાઈ રહ્યા છે. ભાજપના 3 ધારાસભ્યોએ બુધવારે પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ જોયકુમાર સિંહ અને અન્ય ત્રણ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે. એક અપક્ષ ધારાસભ્યે પણ સરકારને આપેલુ સમર્થન પાછું ખેચ્યું છે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થનારા ત્રણ ધારાસભ્યો એસ સુભાષચંદ્ર સિંહ, ટીટી હાઓકિપ અને સેમ્યુઅલ જેન્દઈ છે. આ ઉપરાંત નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) તરફથી ડેપ્યુટી સીએમ વાય જોયકુમાર સિંહ, મંત્રી એન કાયિસી, મંત્રી એલ જયંતકુમાર સિંહ અને લેતપાઓ હાઓકિપે પદેથી રાજીનામા આપી દીધા છે. આ બાજુ ટીએમસીના ટી રોબિન્દ્રો સિંહ અને અપક્ષ ધારાસભ્ય શહાબુદ્દીને પણ ભાજપને આપેલુ સમર્થન પાછું ખેંચી લીધુ છે. 

ભારત 8મી વાર UNSCનો અસ્થાયી સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, પાકિસ્તાન હેરાન પરેશાન 

મુખ્યમંત્રીને સોંપ્યા રાજીનામા
રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહને અલગ અલગ સોંપાયેલા રાજીનામામાં ડેપ્યુટી સીએમ અને અન્ય મંત્રીઓ તરફથી કહેવાયું છે કે તેમણે મણિપુરમાં ભાજપના નેતૃત્વવાળી સરકારના કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં જોયકુમાર સિંહે કહ્યું કે મેં મારું રાજીનામું મુખ્યમંત્રીને સોંપી દીધુ છે. 

જુઓ LIVE TV

મળતી માહિતી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલે બેઠક કરી છે. એવી અટકળો છે કે કોંગ્રેસ ગુરુવારે મણિપુરમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. જ્યારે ભાજપ પણ અન્ય પક્ષોના ધારાસભ્યોનો સંપર્ક સાધી રહ્યો છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More