Home> India
Advertisement
Prev
Next

વિશાખાપટ્ટનમની શાહી સુકાઇ નથી ત્યાં છત્તીસગઢની પેપર મિલમાં ગેસલીક, 7 શ્રમજીવી દાઝ્યા

 આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં ગેસ લીક દુર્ધટનાથી આજ દરેક વ્યક્તિ દુખી છે. બીજી તરફ હવે દેશનાં બીજા ખુણેથી ગેસ લીકની ઘટના સામે આવી છે, જેમાં સાત મજુરો ગંભીર રીતે દાજી ગયા. ઘટના બાદ મજુરોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. છત્તીસગઢનાં રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં ગુરૂવારે  મોટી દુર્ઘટના થઇ ગઇ હતી. પેપર મિલમાં ક્લોરીન ગેસ પાઇપ લાઇન ફાટવાનાં કારણે દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં સાત દર્દીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના શક્તિ પેપર્સ મિલમાં થઇ હતી.

વિશાખાપટ્ટનમની શાહી સુકાઇ નથી ત્યાં છત્તીસગઢની પેપર મિલમાં ગેસલીક, 7 શ્રમજીવી દાઝ્યા

રાયગઢ: આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં ગેસ લીક દુર્ધટનાથી આજ દરેક વ્યક્તિ દુખી છે. બીજી તરફ હવે દેશનાં બીજા ખુણેથી ગેસ લીકની ઘટના સામે આવી છે, જેમાં સાત મજુરો ગંભીર રીતે દાજી ગયા. ઘટના બાદ મજુરોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. છત્તીસગઢનાં રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં ગુરૂવારે  મોટી દુર્ઘટના થઇ ગઇ હતી. પેપર મિલમાં ક્લોરીન ગેસ પાઇપ લાઇન ફાટવાનાં કારણે દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં સાત દર્દીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના શક્તિ પેપર્સ મિલમાં થઇ હતી.

Flower Supermoon May 2020: આજે સુપરમુનની અદ્ભુત ખગોળીય ઘટના, જાણો શુ છે ખાસ !

પુસોર પોલીસ સ્ટેશનનાં તેતલામાં પેપર મિલ છે. જ્યાં ક્લોરીન ગેસ પાઇપ લાઇન ફાટી ગઇ. જેના કારણે ત્યાં હાજર સાત મજુરો ગંભીર રીતે દાજી ગયા. ઘટના બાદ તમામને સંજીવની નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ ઘાયલોને જોવા કલેક્ટર અને પોલીસ અધીક્ષક હોસ્પિટલ પહોંચ્યા. દુર્ઘટનામાં ઘાયલ ત્રણ મજુરોની સ્થિતી ગંભીર છે. ત્રણેય મજુરોને રાયપુર રિફર કરવામાં આવ્યા છે.

વિશાખાપટ્ટનમ: ગેસ લીકેજને ન્યૂટ્રલાઇઝ કરવાની તૈયારી, વાપી મોકલાઇ રહ્યું છે કેમિકલ

બિલાસપુરનાં આઇજી દીપાંશુ કાબરાના અનુસાર પેપર ઇન્ડસ્ટ્રી, શક્તિ પેપર્સથી એક ઝેરી ગેસ લીક થઇ ગઇ. ઘટના ત્યારે બની જ્યારે પ્લાન્ટની સફાઇ ચાલી રહી હતી. આ ઘટના કારણે સાત મજુરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણેયને આગળ સારવાર માટે રાયપુર રેફર કરવામાં આવ્યા છે.

વિશાખાપટ્ટનમમાં મોતનો આંકડો 11, પ્રાથમિક તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

વિશાખાપટ્ટનમ દુર્ઘટના
આજે વિશાખાપટ્ટનમમાં થયેલા ગેસલિક દુર્ઘટનાને કારણે દરેક વ્યક્તિ પરેશાન છે. અત્યાર સુધી આ દુર્ગટનામાં 10 લોકોનાં મોતની પૃષ્ટી થઇ છે. જ્યારે 200થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે. વિશાષાપટ્ટનમમાં ગેસ લીક જેવી દુર્ઘટના કઇ રીતે થઇ તેની તપાસ કરાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More