Home> India
Advertisement
Prev
Next

Zee Exclusive : PMCના હજારો કરોડ લૂંટનારાને બચાવવા કરાયો દરેક શક્ય પ્રયાસ

RBI દ્વારા થોડા દિવસ અગાઉ મુંબઈની જે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (Punjab & Maharashtra Co-Operative Bank-PMC) લિમિટેડને લોન આપવા પર પ્રતિબંધ લગાવાઈ હતી, તેની સામે દાખલ થયેલી FIRમાં અનેક નવા ઘટસ્ફોટ થયા છે 

Zee Exclusive : PMCના હજારો કરોડ લૂંટનારાને બચાવવા કરાયો દરેક શક્ય પ્રયાસ

નવી દિલ્હીઃ RBI દ્વારા થોડા દિવસ અગાઉ મુંબઈની જે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (Punjab & Maharashtra Co-Operative Bank-PMC) લિમિટેડને લોન આપવા પર પ્રતિબંધ લગાવાઈ હતી, તેની સામે દાખલ થયેલી FIRમાં અનેક નવા ઘટસ્ફોટ થયા છે. બેન્કે મોટા પ્રમાણમાં કંપનીઓને લોન આપી હતી. આ રકમ જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. પોલીસ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં રૂ.4355 કરોડનો ગોટાળો કરાયો હોવાનું બહાર આવ્યું છે. 

4335 કરોડના ગોટાળા માટે કોણ જવાબદાર? 
એફઆઈઆરમાં લખાયું છે કે, માત્ર એક HDILના 44 ખાતા દ્વારા લોન આપવામાં આવી છે. ગોટાળો પકડાયા પછી માત્ર 10 ખાતાની તપાસ થઈ છે. 44 ખાતાની રકમ છુપાવા માટે 21,049 ડમી ખાતા બનાવાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ 21,049 ડમી ખાતા બેન્કના CBS ખાતા સાથે લિન્ક કરાયા ન હતા. બેન્કના એડવાન્સ માસ્ટર ઈન્ડેન્ટ સોફ્ટવેરમાં 44 મોટા ખાતાના બદલે 21,049 ડમી ખાતા મળ્યા છે. 

મહારાષ્ટ્ર: BJPએ 125 ઉમેદવારોની યાદી જાહેર કરી, નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડશે ફડણવીસ

શા માટે બનાવાયા ડમી ખાતા? 
- RBIના ઓડિટમાં નાના-નાના ખાતા પકડાઈ જાય નહીં. 
- કેસમાં બેન્કના સસ્પેન્ડેડ એમડી જોય થોમસ અને અન્ય પર એફઆઈઆર દાખલ કરાઈ છે. 
- એફઆઈઆરમાં HDILના પ્રમોટર્સ, ગ્રૂપ કંપનીઓના પણ નામ લખાયા છે. 
- પૂર્વ MD થોમસના દેશ છોડીને જતા રહેવા પર પ્રતિબંધ લગાવાયો છે. 
- પોલીસે જોય થોમસ સામે લૂક આઉટ નોટિસ પણ બહાર પાડી છે. 

SC/ST એક્ટ: ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો જ ચુકાદો પલટી નાખ્યો

44માંથી 10 ખાતાની તપાસમાં બાકીદાર કોણ?
નામ    બાકી રકમ(રકમ રૂ. કરોડમાં)
રાકેશ વધાવન               1902.66
HDIL                            1306.2
સોમરસેટ કન્સ્ટ્રક્શન         226.29
સર્વ ઓલ કન્સ્ટ્રક્શન         180.58
સેફાયર લેન્ડ ડેવલપમેન્ટ  136.54
એમરલ્ડ રિયલ્ટર્સ             114.75
આવાસ ડેવલપર્સ             133.01
સારંગ વધાવન                128.65
પૃથ્વી રિયલ્ટર્સ                104.44
સત્યમ રિયલ્ટર્સ              122.34

બિહારમાં મેઘ તાંડવ, 3 દિવસમાં 400 મિમિ. વરસાદ, અત્યાર સુધી 40 લોકોના મોત

HDIL દ્વારા કરાયેલી સ્પષ્ટતા
- PMC બેન્કના એડમિનિસ્ટ્રેટરે અમને પત્ર લખ્યો છે. 
- એડમિનિસ્ટ્રેટર પાસે સાચી હકીકત રજૂ કરવા માટે સમય માગ્યો છે. 
- ડિપોઝિટર સહિત તમામ પક્ષોના હિતોનું રક્ષણ થાય તેવું ઈચ્છીએ છીએ. 
- રિયલ એસ્ટેટમાં મંદીના કારણે ટેમ્પરરી મુશ્કેલી પડી રહી છે. 
- HDILના ખાતા ઓડિટેડ છે અને સારી રીતે બનેલા છે, કોઈ મુશ્કેલી નથી. 
- રેગ્યુલેટ્રસ, ઓથોરિટીઝ સાથે સહયોગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. 

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More