Home> India
Advertisement
Prev
Next

Free LPG Cylinder: દિવાળી બાદ હવે હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, કરોડથી વધુ પરિવારોને મોટી ભેટ

Free Gas to Women In UP: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) ના બીજા તબક્કામાં હોળીના પર્વ પર મહિલાઓને બીજી રિફિલ સિલિન્ડર મફત આપવામાં આવશે. દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણયથી 1.75 કરોડ લોકોને સીધો ફાયદો મળશે. 

Free LPG Cylinder: દિવાળી બાદ હવે હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, કરોડથી વધુ પરિવારોને મોટી ભેટ
Updated: Mar 10, 2024, 11:58 AM IST

Free LPG cylinder: જો તમે યૂપીમાં રહો છો તો આ સમાચાર તમારા છે. રંગોના તહેવાર હોળી પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે  (Yogi Adityanath Government) ગરીબોને મોટી ભેટ આપી છે. 

રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) ના લાભાર્થીઓને હોળી પર મફત રસોઇ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. તેનાથી પ્રદેશના 1.75 કરોડથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે. 

આ 5 મોર્નિંગ ડ્રિંક્સ લટકતી ફાંદની 'હવા' કાઢી નાખશે, એક તો છે પોષક તત્વોનું પાવરહાઉસ
18 વર્ષ બાદ બુધ-રાહુનું મિલન, બે ગ્રહોનો સંયોગ કરાવશે લીલા લહેર, ચમકી જશે નસીબ

જોકે, આ મફત સિલિન્ડર સરકારના તે એલાનનો બીજો તબક્કો છે, જેમાં વર્ષમાં 2 ફ્રી એલપીજી સિલિન્ડર આપવાનો વાયદો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિવાળી પર પણ યોગી સરકારે ઉજ્જવલા લાભાર્થીઓને ફ્રી સિલિન્ડર આપ્યા હતા. 

2023-24ના બજેટમાં આ યોજના માટે 2312 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10 નવેમ્બર 2023ના રોજ ઉજ્જવલા લાભાર્થીઓ સાથે મળીને આ યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત સબસિડીની રકમ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હવે હોળીના અવસર પર બીજો મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

NASA Jobs: ડોલરમાં પગાર અને ચાંદ પર ચક્કર મારવાની તક, નાસાને જોઇએ છે અંતરિક્ષ યાત્રી
Buttermilk: ખેતરમાં રાસાણિક ખાતરો ના બદલે કરો ખાટી છાશનો ઉપયોગ, દૂર થશે 20 જાતના રોગ

ઉજ્જવલા લાભાર્થીઓ માટે રંગીન રહેશે હોળી 
સરકારની આ જાહેરાતથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની હોળી વધુ રંગીન બની જશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપી રહી છે. આ સિવાય ઉત્તર પ્રદેશ સરકાર હોળી અને દિવાળી દરમિયાન મફત એલપીજી સિલિન્ડર (રિફિલ) આપીને લોકોને રાહત આપી રહી છે.

Radhika Merchant Sister: કોણ છે અને શું કરે છે અનંત અંબાણીની સાળી? સુંદરતા અને સ્ટાઇલમાં બધાને આપે છે ટક્કર
નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી

યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.31 કરોડ સિલિન્ડરની કરી ડિલિવરી 
યોજનાના પ્રથમ તબક્કા અંતગર્ત દિવાળીના તહેવાર માટે લાભાર્થીઓને મફત સિલિન્ડરનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ક્રમમાં 1 નવેમ્બર, 2023 થી 15 ફેબ્રુઆરી, 2024 સુધીમાં કુલ 80.30 લાખ લાભાર્થીઓને સિલિન્ડર રિફિલ પહોંચાડવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં હવે હોળીના તહેવાર નિમિત્તે લાભાર્થીઓને મફત સિલિન્ડરનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Budhaditya Rajyog 2024: મીન રાશિમાં બની રહ્યો છે બુધાદિત્ય રાજયોગ, કર્ક સહિત આ 4 રાશિઓને થશે ધનલાભ
Dubai Mall: એક વર્ષમાં સાડા 10 કરોડ લોકો, દુબઇ મોલ બની ગયો દુનિયાનો 'મોસ્ટ વિઝિટેડ પ્લેસ'

આ અંતર્ગત 2 જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં લગભગ 50.87 લાખ લાભાર્થીઓને સિલિન્ડર રિફિલની ડિલીવરી કરવામાં આવીછે. આમ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 131.17 લાખ (1.31 કરોડથી વધુ) સિલિન્ડર રિફિલ કરવામાં આવ્યા છે. 10 નવેમ્બર, 2023 ના રોજ યોજનાની શરૂઆત કરતી વખતે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક સાથે લાખો ઉજ્જવલા લાભાર્થીઓના ખાતામાં સબસિડીની રકમ ટ્રાન્સફર કરી હતી.

યાહા મોગી માતાજીના ચરણોમાં અર્પણ કરેલો પ્રસાદ મળશે તો ઘરમાં ક્યારેય ખૂટશે નહી અનાજનો ભંડાર
Gold Price: 70,000 રૂપિયા પહોંચી શકે છે સોનાનો ભાવ, અત્યાર સુધી ₹3800 થયું મોંઘું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે