Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદી આજે કરશે 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ

વડાપ્રધાન નરેંદ્ર મોદી 14 જુલાઇના રોજ આઝમગઢમાં 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ વેની આધારશિલા રાખશે. આ માર્ગ રાજધાની લખનઉ સહિત બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વ પ્રદેશના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેરોને જોડશે. આ એક્સપ્રેસ વે સાથે જોડવાની યોજના છે. આ યોજના દ્વારા ઉત્તર પ્રદેશના પશ્વિમી છેડા સ્થિત નોઇડાના પૂર્વ છેડાને આ એક્સપ્રેસ વે દ્વારા જોડી શકાશે. 

પીએમ મોદી આજે કરશે 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી 14 જુલાઇના રોજ આઝમગઢમાં 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ વેની આધારશિલા રાખશે. આ માર્ગ રાજધાની લખનઉ સહિત બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વ પ્રદેશના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેરોને જોડશે. આ એક્સપ્રેસ વે સાથે જોડવાની યોજના છે. આ યોજના દ્વારા ઉત્તર પ્રદેશના પશ્વિમી છેડા સ્થિત નોઇડાના પૂર્વ છેડાને આ એક્સપ્રેસ વે દ્વારા જોડી શકાશે. 

પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન નરેંદ્ર મોદી વારાસણીમાં 900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની આધારશિલા રાખશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેંદ્ર મોદી વારાણસી સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટ અને વારાસણી-બલિયા ઇએમયૂ ટ્રેનનો શુભારંભ કરશે. વડાપ્રધાન નરેંદ્ર મોદી પંચકોશી પરિક્રમા માર્ગ અને સ્માર્ટ સિટી મિશન તથા નમામિ ગંગે હેઠળ ઘણા પ્રોજેક્ટની આધારશિલા રાખશે. આ ઉપરાંત વડાપ્રધાન વારાણસીમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલન કેંદ્રની પણ આધારશિલા રાખશે. 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક અલગ કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 'મેરી કાશી' શીર્ષક પુસ્તકનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન 15 જુલાઇના રોજ મિર્જાપુર જશે. જ્યાં તે રાષ્ટ્રને બનસાગર નગર પ્રોજેક્ટ સમર્પિત કરશે. આ પ્રોજેક્ટથી વિસ્તારમાં સિંચાઇને પ્રોત્સાહન મળશે, જેથી ઉત્તર પ્રદેશના મિર્જાપુર અને ઇલાહાબાદ જિલ્લાના ખેડૂતોને ફાયદો પહોંચશે. 

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી મિર્જાપુર મેડિકલ કોલેજની આધારશિલા રાખશે. વડાપ્રધાન રાજ્યમાં 108 જન ઔષધિ કેંદ્રોનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન મોદી બાલૂઘાટ, ચુનારમાં ગંગા નદી પર બનેલા પુલને પણ સમર્પિત કરશે. જે મિર્જાપુર અને વારાણસી શહેરને જોડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More