Home> India
Advertisement
Prev
Next

UNGAમાં ભાષણ પૂર્ણ કરી નીકળી જશે PM મોદી, નહીં સાંભળે ઇમરાન ખાનની સ્પીચ

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં આજ સાંજે તેમનું ભાષણ આપવા જઇ રહ્યા છે. પીએમ મોદીના ભાષણ પૂર્ણ થયા બાદ પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran khan) પણ આ મંચથી ભાષણ આપશે

UNGAમાં ભાષણ પૂર્ણ કરી નીકળી જશે PM મોદી, નહીં સાંભળે ઇમરાન ખાનની સ્પીચ

ન્યૂયોર્ક: પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં આજ સાંજે તેમનું ભાષણ આપવા જઇ રહ્યા છે. પીએમ મોદીના ભાષણ પૂર્ણ થયા બાદ પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran khan) પણ આ મંચથી ભાષણ આપશે. પરંતુ જ્યારે ઇમરાન ખાન તેમનું ભાષણ આપી રહ્યા હશે તે સમયે પીએમ મોદી તેમનું ભાષણ સાંભળવા માટે ત્યાં હાજર રહેશે નહીં.

પીએમ મોદ તેમનું ભાષણ પૂર્ણ કરી નીકળી જશે મળતી જાણકારી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી ભારતીય સમયાનુસાર સાંજે 7.50 વાગે સભાને સંબોધિત કરશે. ત્યારબાદ લગભગ 30 મિનિટ બાદ ઇમરાન ખાનનું ભાષણ છે. વડાપ્રધાને વર્ષ 2014 અને વર્ષ 2015માં પણ UNGAને સંબોધિક કરી હતી. તે તેમના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ત્રીજું ભાષણ હશે. બીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા પીએમ મોદીનું UNGAમાં આ પહેલું ભાષણ છે.

આ પણ વાંચો:- PM મોદીનું આજે UNGAમાં ભાષણ, UN કાર્યાલયની બહાર ભારતી સમુદાય કરશે ભવ્ય સ્વાગત

આ મુદ્દા પર વાત કરી શકે છે પીએમ મોદી
તેમના ભાષણમાં વડાપ્રધાન ન્યૂ ઇન્ડિયાની નીતિઓથી વર્લ્ડને અવગત કરાવી શકે છે. વડાપ્રધાન તેમના ભાષણમાં કોઇ મહત્વના મુદ્દાનો ઉલ્લેખ કરી શકે છે. વડાપ્રધાન તેમના ભાષણમાં આતંકવાદનો ઉઠાવી શકે છે. વર્ષ 2014માં UNGAમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદને ગુડ ટેરેરિઝ્મ અને બેડ ટેરેરિઝ્મમાં વહેચવાને લઇને દુનિયાના મોટા દેશોની ટિકા કરી હત.

આ પણ વાંચો:- Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી

પીએણ મોદીના ભાષણનો એક આ વિષય પણ હોઇ શકે છે. પર્યાવરણ માટે ભારતના પગલા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic)ની સામે તેમનો સંકલ્પ ફરીથી કહી શકે છે. આ ઉપરાંત રિન્યુએબલ એનર્જી (Renewable Energy)ના વિષય પર પણ વડાપ્રધાન દુનિયાની સામે તેમના વિચાર મુકી શકે છે. તેઓ સ્વચ્છતા મિશન પર પણ વાત કરી શકે છે.

આ પણ વાંચો:- ચંદ્રયાનના વિક્રમનું થયું ‘હાર્ડ લેન્ડિંગ’, લેન્ડરને શોધવામાં ના મળી સફળતા: NASA

વડાપ્રધાન મોદી તેમના સંબોધનમાં ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ પણ કરી શકે છે. નરેન્દ્ર મોદી તે જણાવી શકે છે કે, કઇ રીતે ભારત કંપ્રેસ્ડ (Compressed Bio Gas)  પર કામ કરી રહ્યું છે. તેઓ ભારતમાં જળ સંરક્ષણ, વરસાદ જળ સંરક્ષણ અને જળ સંસાધનોના વિકાસ માટે શુરૂ કરેલા જળ જીવન મીનશની પણ ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત તેઓ આયુષ્માન ભારતનો પણ ઉલ્લેખ કરી શેક છે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More