Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે આજે 'મન કી બાત' કરશે PM નરેંદ્ર મોદી

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ વચ્ચે વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે સવારે 11 વાગે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્બારા દેશને સંબોધિત કરશે. પીએમ મોદી 59મી વાર પોતાના બીજા કાર્યકાળમાં 6ઠ્ઠી વાર 'મન કી બાત' કરવા જઇ રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે આજે 'મન કી બાત' કરશે PM નરેંદ્ર મોદી

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ વચ્ચે વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે સવારે 11 વાગે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્બારા દેશને સંબોધિત કરશે. પીએમ મોદી 59મી વાર પોતાના બીજા કાર્યકાળમાં 6ઠ્ઠી વાર 'મન કી બાત' કરવા જઇ રહ્યા છે. 

મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપી. નરેંદ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સવારે 11 વાગે ટ્યૂન કરો મન કી બાત'. તેને ઓલ ઇન્ડીયા રેડિયો, ડીડી અને નરેંદ્ર મોદી એપ પર સાંભળી શકાશે. આ ઉપરાંત આકાશવાણીમાં હિંદીમાં પ્રસારિત થયા બાદ 'મન કી બાત' કાર્યક્રમ સ્થાનિક ભાષાઓમાં પ્રસ્તારિત કરવામાં આવશે. શ્રોતાગણ 1922 પર મિસ્ડ કોલ કરી મોબાઇલ પર પણ રેડિયો કાર્યક્રમ સાંભળી શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે આઠ વાગે ભાજપ નેતા દેવેંદ્વ ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ અપાવી. એનસીપી પ્રમુખ શરદ પવારના બાગી ભત્રીજા અજીત પવારને તેમની સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. એનસીપીએ ત્યારબાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ભાજપ અને અજીત પવારે મહારાષ્ટ્રમાં ભલે સરકાર બનાવી લીધી છે, પરંતુ બહુમત સાબિત શકી શકશે નહી. ત્યારબાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી છે. કોર્ટમાં 3 જજોની બેંચ આજે સવારે 11:30 વાગે તેના પર સુનાવણી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More