Home> India
Advertisement
Prev
Next

G7 Summit માં PM મોદીએ 'વન અર્થ, વન હેલ્થ'નો આપ્યો મંત્ર

આ વખતે બ્રિટન શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યુ છે, અને તેણે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને જી-7 સંમેલનમાં આમંત્રિત કર્યા છે.

G7 Summit માં PM મોદીએ 'વન અર્થ, વન હેલ્થ'નો આપ્યો મંત્ર

નવી દિલ્હીઃ G7 Summit: જી-7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લેતા પોતાના સંબોધનમાં 'વન અર્થ, વન હેલ્થ'નો મંત્ર આપ્યો છે. જર્મનીના ચાન્સલર એન્જેલા મોર્કલે વિશેષ રૂપથી પીએમના આ મંત્રનો ઉલ્લેખ કર્યો અને તેમનું મજબૂત સમર્થન કર્યું છે. સમિટમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલી ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના આમંત્રણ પર ડિજિટલ માધ્યમથી આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. 

આ સમિટમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ટ્રિપ્સ છૂટને લઈને પીએમ મોદી સાથે થયેલી પોતાની ચર્ચાઓનો પણ ઉલ્લેખ કર્યો. સમિટ દરમિયાન ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ભારત જેવા વેક્સિન ઉત્પાદકોને કાચા માલની આપૂર્તિ માટે આહ્વાન કર્યું જેથી દુનિયા માટે મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન થઈ શકે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જૂને પણ જી-7ના સત્રમાં ડિજિટલ માધ્યમથી ભાગ લેશે. 

આ વખતે બ્રિટન શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યુ છે, અને તેણે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને જી-7 સંમેલનમાં આમંત્રિત કર્યા છે. જી-7માં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા અને બ્રિટનની સાથે યૂરોપીય સંઘ છે. 

આ વખતે શિખર સંમેલનની થીમ ટકાઉ સામાજીક-ઔદ્યોગિક પુનસ્થાપન છે. આ બીજી વખત છે જ્યારે નરેન્દ્ર મોદી જી-7 બેઠકમાં સામેલ થયા છે. વર્ષ 2019માં ફ્રાન્સની અધ્યક્ષતામાં યોજાયેલા સમિટમાં પણ ભારતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જળવાયુ જૈવ વિવિધતા અને મહાસાગર તથા ડિજિટલ પરિવર્તન સાથે જોડાયેલા સત્રમાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More