Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: PM મોદીએ દેશના અન્નદાતાઓને કર્યો આગ્રહ, કહ્યું- પત્ર ખાસ વાંચો

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પત્રનું સમર્થન કર્યું છે. નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવારે ખેડૂતોના નામે એક ઓપન લેટર લખ્યો અને કહ્યું કે દેશ વિરુદ્ધ કામ કરતા લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે પીએમ મોદીએ પણ ખેડૂતોને આ પત્ર વાંચવાની ખાસ ભલામણ કરી છે. 

Farmers Protest: PM મોદીએ દેશના અન્નદાતાઓને કર્યો આગ્રહ, કહ્યું- પત્ર ખાસ વાંચો

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પત્રનું સમર્થન કર્યું છે. નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવારે ખેડૂતોના નામે એક ઓપન લેટર લખ્યો અને કહ્યું કે દેશ વિરુદ્ધ કામ કરતા લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે પીએમ મોદીએ પણ ખેડૂતોને આ પત્ર વાંચવાની ખાસ ભલામણ કરી છે. 

ખેડૂત આંદોલન પર ભાજપની હાઈ લેવલ મીટિંગ, લેવાયો અત્યંત મહત્વનો નિર્ણય

પીએમ મોદીએ  ખેડૂતો અને દેશવાસીઓને કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરજીએ ખેડૂત ભાઈ બહેનોને પત્ર લખીને પોતાની ભાવનાઓ પ્રગટ કરી છે. એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમામ અન્નદાતાઓને મારો આગ્રહ છે કે તેને જરૂર વાંચો. દેશવાસીઓને પણ આગ્રહ છે કે તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડો.'

કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની ટ્વીટ
અત્રે જણાવવાનું કે આ અગાઉ  કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે એક પત્ર શેર કરતા ટ્વિટર પર લખ્યું કે તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને મારો આગ્રહ! 'બધાનો સાથ બધાનો વિકાસ બધાનો વિશ્વાસ' એ મંત્ર પર ચાલતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમારી સરકારે કોઈ પણ ભેદભાવ વગર બધાનું હિત સાધવાનો પ્રયત્ન કર્યો છે. વિગત 6 વર્ષનો ઈતિહાસ તેનો સાક્ષી છે. 

હું કિસાન પરિવારમાંથી આવુ છું... કૃષિ મંત્રી તોમરે દેશના કિસાનોને લખ્યો 8 પેજનો પત્ર

આંદોલનના 22માં દિવસે કૃષિમંત્રીએ લખ્યો પત્ર
ખેડૂતોના પ્રદર્શનના 22માં દિવસે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે ઓપન પત્ર લખ્યો. જેમાં તેમણે ખેડૂતોની ચિંતાઓ દૂર કરવાની કોશિશ કરી અને આ સાથે જ વિપક્ષનું મોહરું ન બનવા માટે સલાહ પણ આપી. તેમણે કહ્યું કે જે લોકોએ 1962ના યુદ્ધમાં દેશની વિચારધારાનો વિરોધ કર્યો, તે જ લોકો ખેડૂતોને પડદા પાછળ ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે તેઓ ફરીથી 1962ની ભાષા બોલે છે. 

કૃષિમંત્રીએ કાયદા પર ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણા પર સ્પષ્ટતા કરી
કૃષિ કાયદા પર ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણા પર સ્પષ્ટતા કરતા નરેન્દ્ર સિંહ તોમરે પોતાના પત્રમાં લખ્યું કે 'કેટલાક લોકો ખેડૂતો વચ્ચે સતત જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ખેડૂતોએ તેમની વાતોમાં ફસાવવું જોઈએ નહી. છેલ્લા 6 વર્ષમાં અમારી સરકારે ખેડૂતોનો  નફો વધારવા માટે અને ખેતીને સરળ બનાવવા માટે અનેક પગલાં લેવાયા છે. તેનો ફાયદો નાના ખેડૂતોને મળી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા છ હજાર રૂપિયા વાર્ષિક આપવાનો હેતુ પણ એ હતો કે આ ખેડૂતોને કરજ લેવું પડે નહીં.'

Farmers Protest પર સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, કહ્યું- 'ખેડૂતોને આંદોલનનો હક, પરંતુ...'

કૃષિમંત્રીએ આપ્યા આશ્વાસન...
- ખેડૂતોની જમીનને કોઈ જોખમ નથી, માલિકી હક પણ તેમનો જ રહેશે.
- ખેડૂતોને નક્કી સમય પર ચૂકવણી કરવામાં આવશે.
- નક્કી સમય પર ચૂકવણી ન કરવા બદલ દંડ લાગશે. 
- ખુલ્લા બજારમાં સારા ભાવે પાક વેચવાનો વિકલ્પ.
- MSP ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે. 
- બજારો ચાલુ છે અને ચાલુ રહેશે. 
- કરાર પાક માટે હશે, જમીન માટે નહીં. ખેડૂત જ્યારે ઈચ્છે ત્યારે કરાર ખતમ કરી શકે છે. 
- APMC મંડીઓ કાયદાના દાયરાની બહાર છે. 

Farmers Protest: આ રીતે કૃષિ કાયદા પર ખેડૂતોના 'ભ્રમ' દૂર કરશે મોદી સરકાર

નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કૃષિમંત્રી તરીકે મારા માટે એ ખુબ સંતોષની વાત છે કે નવા કાયદા લાગુ થયા બાદ આ વખતે એમએસપી પર સરકારી ખરીદીના ગત તમામ રેકોર્ડ તૂટ્યા છે. આવા સમયમાં જ્યારે અમારી સરકાર MSP પર ખરીદી માટે નવા રેકોર્ડ બનાવી રહી છે, ખરીદ કેન્દ્રોની સંખ્યા વધી રહી છે, કેટલાક લોકો ખેડૂતોને જુઠ્ઠાણો કહી રહ્યા છે કે એમએસપી બંધ થઈ જશે.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More