Home> India
Advertisement
Prev
Next

અરુણ જેટલીના નિધન પર PM મોદીએ કહ્યું- 'મેં એક એવો મિત્ર ગુમાવ્યો...'

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.  

અરુણ જેટલીના નિધન પર PM મોદીએ કહ્યું- 'મેં એક એવો મિત્ર ગુમાવ્યો...'

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.  તેમના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું દુ:ખ ટ્વીટ દ્વારા પ્રગટ કર્યું છે. પીએમ મોદી હાલ યુએઈના પ્રવાસે છે. તેમણે અરુણ જેટલીના નિધનને અંગત રીતે મોટું નુકસાન ગણાવતા પોતાના જીવનથી એક મિત્ર ગયો હોવાની વાત કરી છે. 

પીએમ મોદીએ તેમની રાજકીય સમજના વખાણ કરતા કહ્યું કે મેં એક એવો મિત્ર ગુમાવ્યો છે જેને હું  દાયકાઓથી જાણું છું. પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે કેવી રીતે ઈમરજન્સી દરમિયાન લોકતંત્રની રક્ષા માટે જેટલી સૌથી આગળ ઊભા રહ્યાં હતાં.

જુઓ VIDEO

અત્રે જણાવવાનું કે અરુણ જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન (IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના કારણે 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના નિધનના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર અનેક રાજકીય અને સામાજિક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. 

અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે વકીલ હતાં. અરુણ જેટલીએ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી 1957-69  સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બીકોમ કર્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી 1977માં કાયદાનો અભ્યાસ કર્યો હતો. અરુણ જેટલી કાયદાના અભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થી નેતા પણ હતાં. ડીયુમાં અભ્યાસ દરમિયાન તેઓ 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યાં. 

fallbacks

1975માં દેશમાં લાગેલી કટોકટના વિરોધ બદલ તેમને 19 મહિના નજરકેદ રખાયા હતાં. 1973માં તેઓ જય પ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય રહ્યાં. નજરકેદ ખતમ થયા બાદ તેમણે જનસંઘ પાર્ટી જોઈન કરી. 

જુઓ LIVE TV

અરુણ જેટલીના નાણા મંત્રી તરીકેના કાર્યકાળમાં જ સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર પ્રહાર કરતા 2016માં નોટબંધી કરી હતી. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી. 1982માં અરુણ જેટલીના લગ્ન સંગીતા જેટલી સાથે થયા હતાં. તેમના બે બાળકો છે. રોહન અને સોનાલી. બંને વકીલ છે. 

2018માં અરુણ જેટલીનું દિલ્હી સ્થિત એમ્સમાં કિડની ટ્રાન્સ્પ્લાન્ટ થયુ હતું. જાન્યુઆરી 2019માં ડોક્ટરોને અરુણ જેટલને સોફ્ટ ટિશ્યુ સર્કોમા હોવાનું જાણવા મળ્યું હતું. તે કેન્સરનું એક સ્વરૂપ હતું. ત્યારબાદ ન્યૂયોર્કમાં તેની સફળ સર્જરી થઈ. 
14. અરુણ જેટલીએ 29મી મે 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ખરાબ સ્વાસ્થ્ય અંગેનો હવાલો આપી કહ્યું હતું કે તેમને નવી સરકારમાં કોઈ પણ પ્રકારની મહત્વની જવાબદારી ન આપવામાં આવે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More